GSTV
Gujarat Government Advertisement

જુહાપુરામાં લોકડાઉનનો અમલ કરવા ગયેલી પોલીસ પર તોફાની તત્વોનો પથ્થરમારો, એક જવાન ઘાયલ

પોલીસ

Last Updated on April 11, 2020 by Karan

જુહાપુરા વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરવા ગયેલી પોલીસ પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારામાં એક પોલીસ જવાનને ગંભીર ઈજાઓ થઈ છે. વેજલપુર પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને તોફાની તત્વોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે,  તોફાની તત્વોએ પથ્થરમારો કરીને પોલીસના વાહનોની તોડફોડ કરી હતી. પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં કોરોના વાયરસ પ્રસરે નહિ તે માટે લોક ડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં કેટલાક લોકો જાત જાતના બહાના બતાવીને લટાર મારવા નીકળી પડતા હોય છે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી આવા લોકોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં વેજલપુર પોલીસ આજે જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગર ખાતે પેટ્રોલિંગ કરી રહી હતી, આજે સવારથી કેટલા લોકો ર્નબંર્ગુહ નો ભંગ કરી રહ્યા હતા જેના કારણે પોલીસે કડક ચેકિંગ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ ત્યારે સાંજે ચોક્કસ કોમના કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને વાસણા, સરખેજ સહિત આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવામાં આવી હતી. પથ્થરમારાની ઘટનામાં સિકંદર નામનાપોલીસ જવાનને ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તોફાની તત્વો સામે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેઓની શોધખોળ હાથ ધરી હતી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Pravin Makwana

કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી: 2020ના અંતે વસ્તી 6.55 કરોડ થઈ, ચૂંટણી ટાણે આટલી થઈ છે જનસંખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!