GSTV
Home » News » અમદાવાદ : શેલ્ટર હોમનો સિક્યોરીટી ગાર્ડ બન્યો હેવાન,માસૂમ બાળકીઓ સાથે કરી શરમજનક હરકત

અમદાવાદ : શેલ્ટર હોમનો સિક્યોરીટી ગાર્ડ બન્યો હેવાન,માસૂમ બાળકીઓ સાથે કરી શરમજનક હરકત

શેલ્ટર હોમ આમ તો આશરો ગણાય છે.ત્યાં રહેતી બાળકીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરતી હોય છે.ગુજરાતમાં મહિલા સુરક્ષિત હોવાની વાતો થાય છે.પરંતુ અમે આપને જે દ્રશ્યો દેખાડવા જઇ રહ્યા છીએ તે બીજા ક્યાંય નહીં પરંતુ સુરક્ષિત ગણાતા ગુજરાતના એક શેલ્ટર હોમના છે.જ્યાં બાળકીઓને બેરહેમથી પીટવામા આવે છે આ દ્રશ્યો જોઇને સવાલ થાય કે તો પછી ગુજરાત અને યુપી બિહારના શેલ્ટર હોમમાં ફર્ક શું

આ સીસીટીવી ફૂટેજ અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક શેલ્ટર હોમના દ્રશ્યો છે.આ શેલ્ટર હોમમાં બાળકીઓને રાખવામા આવે છે.સીસીટીવી વીડિયોમાં દેખાય રહેલો આ શખ્સ અહીંની ચોકીદારીનું કામ કરે છે. તેનું કામ અહીં રાખવામા આવતી બાળકીઓની સુરક્ષા કરવાનું છે રખેવાળી કરવાનું છે.પરંતુ આ સિક્યુરીટી ગાર્ડ હેવાન બની ગયો અને તેણે એક પછી એક દિકરીઓને ઢોર માર મારવાનું શરૂ કર્યુ.કોઇના માથામાં જોરથી ટપલીઓ મારી તો કોઇને તમાચા ઝીંક્યા ત્યાં સુધી કે અમુક દિકરીઓને લાતો પણ મારવા લાગ્યો.આ દ્રશ્યો જોઇને સવાલ થાય કે આખરે આ દિકરીઓનો એવો તો શું ગુનો હશે એવી તો શું ભૂલ હશે કે તેને આટલી નિર્દયી રીતે આ હેવાન સિક્યુરીટી ગાર્ડ પીટી રહ્યો છે.

આ સીસીટીવી ફૂટેજમાં બાળકીઓની સાથે એક મહિલા પણ દેખાઇ રહી છે આખરે કોણ છે આ મહિલા અને શું તે આ બાળકીઓને બચાવી ન શકી કે પછી આ મહિલા પણ કદાચ મજબૂર હશે આ અત્યાચારને જોવા માટે હકિકત શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે

મળતી માહિતી મુજબ આ દિકરીઓને આ શખ્સ એટલા માટે પીટી રહ્યો હતો કે તે નમાઝ અદા નહોતી કરી રહી.ત્યારે આ સમગ્ર ઘટના અતિ ગંભીર હોવાથી હાલમાં પોલીસે પણ મૌન સેવ્યુ છે મળતી માહિતી મુજબ આ શેલ્ટર હોમની ચાર દિકરીઓએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે..ત્યારે પોલીસે સિક્યુરીટી ગાર્ડ સોહેબ સિદ્દીકી સામે ગુનો નોંધ્યો છે જો કે આ ઘટના બહાર આવી જતા હાલમાં સિક્યુરીટી ગાર્ડ સોહેબ રફૂચક્કર થઇ ગયો છે.ત્યારે આ રીતની ગંભીર ઘટનામાં શેલ્ટર હોમમાં રહેતી દિકરીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થઇ ગયા છે

Related posts

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva

મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટમાં આવતા આરોગ્ય વિભાગની પોલ ખુલી

Nilesh Jethva

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!