GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

અમદાવાદમાં JNUવાળી : લાકડીઓ અને ધોકાઓ વડે મારામારી, તસવીરો જોઈ હચમચી જશો

દિલ્હી જેએનયુ ઘટનાને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. તેમજ એનએસયુઆઈનો કાર્યકર નિખિલ સવાણી ઈજાગ્રસ્ત થયો છે. જો કે ઘટનાને પગલે એબીવીપી કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રૂત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, એનએસયુઆઈ દ્વારા એબીવીપીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યુ કે, લોકશાહીમાં હિંસાને કોઈપણ સ્થાન નથી. જેથી પોલીસે મારામારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. પોલીસ અને મીડિયાની હાજરીમાં NSUIના કાર્યકરોએ મારામારી થઈ હતી. હિંસા બાદ એબીવીપીના કાર્યાલય પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એબીવીપીનો આરોપ છે કે,  કોગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકરો દ્વારા કોઈના પર હુમલો કરવામાં આવ્યો નથી.

એનએસુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની છે. જે દરમ્યાન ઘાયલ થયેલા એનએસયુઆઈના કાર્યકરોને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં  એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે જીએલએસમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો  જે દરમ્યાન કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો.

ઘટના સમયે પ્રદિપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલની પણ હાજરી હતી. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે.યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રૂત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, એનએસયુઆઈ દ્વારા એબીવીપીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યુ કે, લોકશાહીમાં હિંસાને કોઈપણ સ્થાન નથી. જેથી પોલીસે મારામારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ..

મારામારીની ઘટના બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કર્યો છે. ગઈ કાલે આઇઆઇએમ ખાતે શાંતિથી દેખાવો કરવામાં આવતો હતો. ત્યારે એબીવીપીના કાર્યકરોએ દેખાવો કર્યો હતો, ભાજપ દ્વારા ડર અને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.

આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. તેમજ એનએસયુઆઈનો કાર્યકર નિખિલ સવાણી લોહી લુહાણ થયો છે.

  • મારામારીમાં 10થી વધારે લોકો થયા ઇજાગ્રસ્ત
  • એબીવીપીના કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • જેએનયુ હિસાના પડઘા અમદાવાદમાં પડ્યા
  • પાલડીમાં એબીવીપી અને એનએસયુ દ્વારા તોડફોડની ઘટના
  • પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો

આ ઘટના બાદ અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એબીવીપી અને એનએસયુઆઈ એકબીજા પર મારામારીના આરોપ મૂકી રહ્યાં છે. હાલમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં નીખીલ સવાણીને માર મરાયો છે. એબીવીપીએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

આ ઘટનામાં છૂટાહાથના મારામારી સાથે લાકડીઓ દ્વારા પણ હુમલો કરાયો છે. જેએનયુના પડઘા અમદાવાદમાં પડતાં પોલીસ પણ આ બાબતે એલર્ટ બની ગઈ છે. ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલની હાજરી સમયે જ આ ઘટના ઘટી છે.

Read Also

Related posts

ચીનની દગાખોરી સામે ભારતની જનતામાં ભારોભાર આક્રોશ, કહ્યું યુદ્ધ થવુ જોઈએ

Mansi Patel

હોકી કેમ્પમાં કોરોનાનો પગપેસારો : ભારતીય કેપ્ટન મનપ્રીતસિંહ સહિત પાંચ ખેલાડીઓ થયા સંક્રમિત

Nilesh Jethva

વિમાન દુર્ઘટના: કોઝિકોડ એરપોર્ટનો રન વે છે ‘ટેબલ ટૉપ’, લેન્ડીંગ માટે ખતરનાક હોય છે આવા રન વે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!