GSTV

અમદાવાદ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 1300ને પાર પહોંચી

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે શહેર અને અમદાવાદ જીલ્લામાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના વધુ ૧૨ કેસ મળી આવ્યા હતા. વિરમગામમાંથી ૩, બાવળા, દસક્રોઇ, ધોળકા અને સાણંદમાંથી ૨-૨ તેમજ ધંધૂકામાંથી ૧ કેસ મળ્યો હતો. સદનસીબે એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. જિલ્લામાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧,૩૨૦ થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧,૧૩૬ લોકો સાજા થયા છે. વિરમગામમાં કૈલા ગામેથી એક કેસ મળ્યો હતો. ઉપરાંત વિરમગામમાં રેલવે કોલોની જુની મીલ કંપાઉન્ડ ખાતેથી પણ એક કેસ કોરોનાનો સોમવારે મળી આવ્યો હતો. ત્રીજો કેસ મફતિયાના ડેલા પાસેથી મળ્યો હોવાનું જિલ્લા વહિવટીતંત્રનું કહેવું છે.

કોરોના પોઝિટિવના વધુ 12 કેસ મળી આવ્યા

બાવળામાં સોમવારે સતત બીજા દિવસે શાંતિનગર સોસાયટીમાંથી વધુ એક કેસ સામે આવ્યો હતો. બાવળા તાલુકાના રજોડા ગામેથી પણ એક કેસ કોરોનાનો નોંધાયો હતો. ધોળકામાં સાઇ દર્શન સોસાયટીમાંથી તેમજ કૈકા ગામમાં પણ સોમવારે વધુ કેસ જોવા મળ્યા હતા. દસક્રોઇ તાલુકામાં કુહા ગામેથી વધુ એક કોરોનાનો કેસ મળી આવ્યો હતો. જેતલપુર ગામમાં પણ વધારાનો કેસ જોવા મળ્યો છે. સાણંદમાં ગોધાવી ખાતેથી વધુ બે કેસ મળ્યા હતા. જૈન દેરાસર ખાતેથી તેમજ ખોડિયાર મંદિર પાસે ડેરી પાસેથી કેસ મળ્યો હતો. ધંધૂકામાંથી પણ એક કેસ મળી આવ્યો હતો.

સંક્રમિતોની સંખ્યા 1300ને પાર પહોંચી

જૈન દેરાસર ખાતેથી તેમજ ખોડિયાર મંદિર પાસે ડેરી પાસેથી કેસ મળ્યો

જિલ્લામાં હાલમાં ૫,૭૦૨ લોકોને ‘ હોમ કર્વારન્ટાઇન’ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં ૧૩૬ એક્ટિવ કેસ છે જેના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ધંધૂકા તાલુકામાં સૌથી વધુ ૩૦ લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. ઉપરાંત ધોળકામાં ૨૮, સાણંદમાં ૨૧, બાવળામાં ૧૯, દસક્રોઇમાં ૧૧, દેત્રોજમાં ૩, માંડલમાં ૭ અને વિરમગામમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!