GSTV

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

Last Updated on August 2, 2021 by pratik shah

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય બની ગયા હોય એવી સ્થિતિ ઉભી થઇ છે..થોડા સમય અગાઉ બાંધકામ સમિતિ રચવામાં આવી છે. તેની બેઠક મળી હતી અને તેમાં જે નિર્ણય થયો તેને લઈને હવે સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર ઉભો થઇ ગયો છે, આ વિવિદનું કારણ છે બજેટની ફાળવણી.

આ વિવાદનું કારણ છે બજેટની ફાળવણી

બાંધકામ સમિતિની બેઠક થોડા સમય અગાઉ મળી હતી. બાંધકામ સમિતિના ચેરમેન અલ્પાબા ગોહિલ છે. પરંતુ એ બેઠકમાં તેના પતિ હાજર રહ્યા હોવાની ચર્ચા સમિતિના સભ્યો દ્વારા જ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બજેટની ફાળવણી ને લઈને પણ વિવાદ ઉભો થઇ રહ્યો છે કારણ કે જે બજેટ ફાળવવામાં આવ્યું છે કુલ ૮.૫૦ કરોડ કે જે માત્ર વિકાસ કાર્યોમાં જ ઉપયોગ કરવાના છે. જેની ફાળવણી પણ સભ્યોમાં કરવામાં આવી છે.

તમામને ૭ લાખની ફાળવણી કરવામાં આવી

આ બજેટ જે ફાળવવામાં આવ્યું છે તેમાં ચેરમેન સહીત સમિતિના ૫ સભ્યો છે. તે તમામને ૧૦ લાખ રૂપિયા તો એ સિવાયની અન્ય ૪ કમિટી ના ચેરમેન છે તેને પણ આ સમિતિના બજેટ માંથી ૧૦ લાખની ફાળવણી કરવામાં આવી આ સિવાય જે અન્ય ૧૮ સભ્યો નીમવામાં આવ્યા છે તે તમામને ૭ લાખની ફાળવણી કરવામાં આવી છે આમ કુલ વાત કરીએ તો 2.16 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા કુલ બજેટ માંથી અંદાજે ૬.૩૪ કરોડ બજેટ માંથી બચે એ માત્ર ચેરમેનને જ વિકાસ કાર્યોના ઉપયોગ માટે આપ્યા હોવાની વાત સામે આવી રહી છે જેને લઈને હવે સભ્યો દ્વારા આ વાત નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સભ્યો અંદર અંદર ચર્ચા કરી રહ્યા છે કે સભ્યોને પણ વધારે બજેટ આપવું જોઈએ તો તે લોકો પણ વિકાસ કર્યો કરી શકે માત્ર ૭ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેમાં કેવી રીતે કામગીરી કરવાની ?

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!