GSTV
Gujarat Government Advertisement

અમદાવાદઃ હોસ્પિટલ લોકાર્પણમાં PM બોલ્યા સાયન્સ સ્કૂલ નહોતી આજે મેડિકલ કોલેજ છે

modi અન્નપૂર્ણા ધામ

Last Updated on March 4, 2019 by

પીએમ મોદી અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ તેઓ અસારવામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 1200 બેડની નવી સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલ અધ્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે મેડીસિટીનું સપનું સાકાર થયું. એક સાથે ચાર હોસ્પિટલનું લોકાર્પણ થયું. નવી સિવિલમાં મહિલાઓ અને બાળકો માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેન્સર, આંખ અને ડેન્ટલ હોસ્પિટલ એક જ જગ્યાએ શરૂ કરાઈ. એક દશકમાં દેશની સૌથી મોટી હેલ્થકેર, સુવિધા મેડિસિટી તરીકે ઉભરી આવશે. મેડિસિટી આ એવું કેમ્પસ છે જેમાં 10 હજાર ડોક્ટર, મેડિકલ વિદ્યાર્થીઓ સહિતનો સ્ટાફ 10 હજાર દર્દીઓને સેવા આપશે.

કોંગ્રેસ પર કટાક્ષ

કોંગ્રેસ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે રિમોટ કંટ્રોલની સત્તા હતી. યુપીએ સરકારમાં દેશમાં મેટ્રો ટ્રેન માત્ર 250 કિલોમીટર ચાલતી હતી. અને એનડીએ સરકારમાં 650 કિલોમિટર સુધી પહોંચાડી. 2019માં ફરી સરકાર બનાવવાનો પીએમ મોદીએ હુંકાર કર્યો.

આદિવાસી સમાજનો ઉલ્લેખ

પીએમ મોદીએ સભામાં આદિવાસી સમાજનો ખાસ ઉલ્લેખ કર્યો. આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર ભાર મુકાયો. 2001 સુધીમાં આદિવાસી જિલ્લામાં એક પણ સાયન્સ સ્કૂલ ન હતી તેવો દાવો કરીને કહ્યું કે હું મુખ્યપ્રધાન બન્યો બાદ આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ શરૂ કરાઈ.

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!