GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાં ઘટ્યા કેસ પરંતુ આ ઝોને વધારી ચિંતા, આ વિસ્તારમાં ભૂલથી પણ ના જતાં

કોરોના

Last Updated on June 6, 2020 by Bansari

અમદાવાદ શહેરમાં બે મહીના અગાઉ જે કોરોનાના કેસને લઈ જે વિસ્તારોને હોટ સ્પોટ જાહેર કરાયા હતા તે વિસ્તારોમાં કેસની સંખ્યા હવે ઘટી રહી છે.ગુરૂવાર સાંજ સુધીમાં કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક કેસ,દક્ષિણઝોનમાં બહેરામપુરામાં બે કેસ અને દાણીલીમડામાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ મધ્યઝોનમાં આવેલા શાહીબાગ વોર્ડમાં એક દિવસમાં એકવીસ અને અસારવા વોર્ડમાં બાર પોઝિટિવ કેસ નોંધાયા છે.

મળતી માહીતી અનુસાર,શહેરના કોટ વિસ્તાર જમાલપુર વોર્ડમાં જયાં એક સમયે રોજના પચાસથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ મળતા હતા તેવા આ વિસ્તારમાં સતત ત્રીજા અઠવાડિયામાં કોરોનાનો માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે.દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરામાં આવેલી ચાલીઓમાં પાસપાસે આવેલા મકાનોમાં રહેતા લોકોમાં સંક્રમણ વધતા ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી હતી એવા બહેરામપુરા વોર્ડમાં પણ ગુરૂવાર સાંજ સુધીમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે.

દક્ષિણઝોનમાં દાણીલીમડા વોર્ડને પણ રસુલાબાદ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કોરોનાના કેસ મળી આવતા આ વોર્ડને પણ હોટસ્પોટ અને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો આ વોર્ડમાં પણ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.

શાહીબાગ વોર્ડમાં કયાં કેસ નોંધાયા?

મધ્યઝોનમાં આવેલા શાહીબાગ વોર્ડમાં ઋષિકા એપાર્ટમેન્ટ, વાસુદેવનગર, સાગર એપાર્ટમેન્ટ, ગ્રીનપાર્ક સોસાયટી, અમનવ્યુ એપાર્ટમેન્ટ, કીર્તિ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર પાસે એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉમિયાનગર સોસાયટીમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે.મનહર સોસાયટી અને પદમ બંગલામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.પદમ બંગલામાં તેર વર્ષનો કીશોર કોરોના પોઝિટિવ છે.ઉપરાંત ગિરધરનગર સોસાયટીમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે.ઓમટાવર અને વિષ્ણુકોલોનીમાં પણ એક-એક કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસે હવે માથું ઉંચક્યું છે અને કેસમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 510 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકના સમયગાળામાં કોરોનાના સર્વોચ્ચ કેસનો આ નવો રેકોર્ડ છે. છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં સતત 400થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેની સાથે જ ગુજરાતમાં કોરાનાના કુલ કેસનો આંક હવે 19 હજારને પાર થઇ ગયો છે. આ ઉપરાંત અમદાવાદમાં 30 સહિત કુલ 35 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 1190 થઇ ગયો છે.

કેસનો આંક 19 હજારને પાર, ગુજરાત ચોથુ રાજ્ય

કોરાનાના કુલ કેસનો આંક 19 હજારને પાર કર્યો હોય તેવું ગુજરાત ચોથું રાજ્ય છે. હાલ જે રાજ્યોમાં કોરોનાના કુલ કેસનો આંક 19 હજારને પાર થયો છે તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હીનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી યાદી અનુસાર ગુજરાતમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 324, સુરતમાં 67, વડોદરામાં 45, પાટનગર ગાંધીનગરમાં 21 કેસનો સમાવેશ થાય છે.

એક પણ કેસ ન હતો તેવો આ જિલ્લો પણ કોરોનાના ભરડામાં

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 22 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. ડાંગ જિલ્લો કે જ્યાં એક પણ એક્ટિવ કેસ નહોતો ત્યાં પણ હવે કોરોનાનો નવો કેસ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ 30 મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક 968 થઇ ગયો છે. આ સિવાય સુરતમાંથી 2 જ્યારે આણંદ-ભાવનગર-સુરેન્દ્રનગર ખાતે 1-1 વ્યક્તિને કોરોના છેલ્લા 24 કલાકમાં ભરખી ચૂક્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં વધુ 344 વ્યક્તિ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે.

જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 251, સુરતમાંથી 39, વડોદરામાંથી 19નો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 9479 થઇ ગઇ છે. સમગ્ર રાજ્યમાં કુલ 19119 કેસ સામે સાજા થનારાઓની સંખ્યા 13011 થઇ ગઇ છે જ્યારે રીક્વરી રેટ 68.05% થઇ ગયો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4918 છે, જેમાંથી 63 વેન્ટિલેટર પર-4855 સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 2,21,149 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. જેમાં 2.13 લાખ હોમ ક્વોરન્ટાઇન, 7432 ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે.

ગુજરાતમાં કોરોનાના ક્યારે કેટલા કેસ ?

તારીખ કેસ

19 માર્ચ 02

17 એપ્રિલ 1,000

21 એપ્રિલ 2,000

25 એપ્રિલ 3,000

29 એપ્રિલ 4,000

2 મે 5,000

5 મે 6,000

7 મે 7,000

10 મે 8,000

13 મે 9,000

તારીખ કેસ

16 મે 10,000

17 મે 11,000

19 મે 12,000

22 મે 13,000

24 મે 14,000

27 મે 15,000

30 મે 16,000

1 જૂન 17,000

3 જૂન 18,000

5 જૂન 19,000

19 હજાર કેસ સુધી પહોંચવામાં કયા રાજ્યને કેટલો સમય લાગ્યો?

રાજ્ય પ્રથમ કેસ 19 હજારમો કેસ સમયગાળો

મહારાષ્ટ્ર 10 માર્ચ 8 મે 59 દિવસ

ગુજરાત 19 માર્ચ 5 જૂન 78 દિવસ

તામિલનાડુ 7 માર્ચ 28 મે 82 દિવસ

દિલ્હી 2 માર્ચ 31 મે 90 દિવસ

સૌથી ઝડપી 19 હજાર કેસ ગુજરાત બીજા સ્થાને

ભારતના જે રાજ્યમાં કોરોનાના સૌથી ઝડપી 19 હજાર કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત હવે બીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં પ્રથમ કેસ નોંધાયાના 59 દિવસ બાદ જ્યારે ગુજરાતમાં પ્રથમ કેસના 78 દિવસ બાદ કોરોનાના 19 હજાર કેસ પૂરા થયા છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ 19 માર્ચે નોંધાયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!