GSTV

અમદાવાદમાં કુલ 2100 હોસ્પિટલમાં આટલી પાસે જ ફાયર NOC, ચાલી રહી છે લાલિયાવાડી

Last Updated on August 6, 2020 by Mansi Patel

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના માટે આપણી સિસ્ટમ જ ફરી એકવાર વિલન બની છે.

અમદાવાદમાં કુલ 2100 મોટી હોસ્પિટલ આવેલી છે અને તેમાંથી ફાયર એનઓસી (NOC)માત્ર 91 પાસે જ છે. આ ઉપરથી જ આપણી સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીનો તાગ મેળવી શકાય છે. મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલોને નોટિસ આપતું મ્યુનિ. તંત્ર હોસ્પિટલોમાં જ્યાં દર્દી સારવાર લેવા જાય છે તેના સહિત અન્ય લોકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.

અમદાવાદની મ્યુનિ. અને સરકાર હસ્તકની 13 મોટી હોસ્પિટલો કાર્યરત છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા હોસ્પિટલ, સોલા સિવિલ, એસ.વી.પી., શારદાબહેન હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, બાપુનગર જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

મ્યુનિ.એ એપેડેમિક એક્ટ હેઠળ 50થી વધુ ખાનગી હોસ્પિટલો સાથે કોવિડના પેશન્ટોને સારવાર મળે તેના માટે એમઓયુ કરેલા છે. 2100 હોસ્પિટલો સામે 91 હોસ્પિટલો દ્વારા આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં ફાયર વિભાગની એનઓસી મેળવાઇ છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!