GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

અજાણ્યા નંબરથી મેસેજ કરીને યુવતી જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવ્યો,મળવા બોલાવી સૂમસામ જગ્યાએ લઇ ગઇ અને…

હની

પ્રહલાદનગર સેટેલાઇટમાં રહેતા અને જમીન દલાલનો વ્યવસાય કરતા યુવકને યુવતી દ્વારા છ શખ્સોએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. થલતેજ ખાતે યુવતીને મળવા ગયેલા યુવકનું કારમાં અપહરણ કરીને અડાલજ ખાતે લઇ જઇને મારમારીને દસ લાખની માંગણી કરવામાં આવી હતી, જે તે સમયે યુવક પાસેથી રોકડ અને સોનાનો દોરોે સહિત એક લાખની મતા પડાવી લીધી હતી. ત્યારબાદ અવાર નવાર ઘર જઇને બીજા રૃપિયાની માંગણી કરીને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. સોલા પોલીસે આ કેસમાં યુવતી સહિત છ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મેસેજ કરીને યુવતીએ માયાજાળમાં ફસાવ્યો

સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.પી જાડેજાના જણાવ્યા મુજબ પ્રહલાદનગર સેટેલાઇટ ખાતે મારુતિ હિલ્સ બંગલોઝમાં રહેતા અને જમીન તથા મકાન લે-વેચનો વ્યવસાય કરતા મનનભાઇ જયંતિલાલ પરીખ (ઉ.વ૩૮)એ સોલા પોલીસ સ્ટેશન ખાતે ચાંદખેડામાં રહેતા વિહારભાઇ ( આકાશ અમરતભાઇ દેસાઇ) તથા રવિ (મેહુલ જીવાભાઇ દેસાઇ) તેમજ , જયેશ દેસાઇ, વરુણ દેસાઇ અને માનસી ( શિવાની ઉર્ફે શીવી ) સહિત સાત શખ્સો સામે ગુનો નોધાવ્યો છે કે તા. ૧૨ જૂનના રોજ ઉપરોક્ત માનસી નામની યુવતીએ અજાણ્યા મોબાઇલ નંબરથી વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો ત્યારબાદ અવાર નવાર મેસેજ કરીને પોતાની માયાજાળામાં ફસાવી રહી હતી, તા. ૧૭ જૂનના રોજ ફોન કરીને બપોરે ત્રણ વાગે યુવતી થતલેજ ઝાયડસ હોસ્પિટલ પાસે મળવા માટે આવી હતી સેટેલાઇટ વિસ્તાર જોયો નથી તેમ કહેતા યુવકે કારમાં બેસાડીને અડધો કલાક ફેરવી હતી.

આ રીતે કર્યુ યુવકનું અપહરણ

આ દરમિયાન યુવતીએ મીસ કોલ કર્યો હતો જેથી કાર હોસ્પિટલ પાસે પહોચતાની સાથે જ છ શખ્સો કારની આસપાસ આવી ગયા હતા અને કારનો દરવાજો ખોલીને યુવતીને કારમાંથી ઉતારીને રવાના કરી દીધી હતી. ત્યારબાદ યુવકને ખેંચીને બીજી નંબર પ્લેટ વગરની કારમાં બેસાડીને અપહરણ કરીને અડાલજ આર. વલ્ડૅ થિયેટર પાસે ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા અને યુવકનો મોબાઇલ પડાવીને એરોપ્લેન મોડ માં મુકી દીધો હતો. બાદમા ંમારમારીને ગાળો બોલીને નામ-સરનામું શુ ધંધો કરો છો તે સહિતની વિગતો પૂછીને મોબાઇલમાં વિડિયો ઉતારી લીધો હતો. રવિએ ધારીયું બતાવીને આ સાલાને જાનથી મારી નાંખવો છે તેમ કહીને ડરાવ્યા બાદ સમાધાનની વાત કરીન દસ લાખની માંગણી કરી હતી. જો કે તે સમયે લોકડાઉન હોવાથી આટલી બધી રકમ નહી હોવાથી પાંચ લાખ આપવાના નક્કી કર્યા હતા અને ફોન કરાવીને સગા સબંધી પાસેથી રૃપિયા મંગાવવા માટે પ્રયાસો કરવામા આવ્યા હતા.

યુવકને ચાંદખેડા ન્યુ સીજીરોડ ઉપર લાવીને એટીએમમાં રૃપિયા કઢાવવા માટે લઇ ગયા હતા તે સમયે અઢી તોલાના ચેઇન સહિત રૃપિયા એક લાખની મત્તા પડાવી લીધી હતી ત્યારબાદ કોઇને વાત નહી કરવાની ધમકી આપીને અવાર નવાર ઘરે જઇને રૃપિયાની માંગણી કરીને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી જો કે આ બનાવ અંગે યુવકની અરજી આધારે ગઇકાલે આરોપીઓ સામેે સોલા પોલીસે ગુનો નોધ્યો હતો અને આજે એેક મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

માઈ ભક્તો માટે આવી ખુશ ખબરી: પાંચ મહિના બાદ ખુલી જશે વૈષ્ણોદેવીના દ્વાર, આ તારીખથી શરૂ થશે યાત્રા

Pravin Makwana

વ્યસનને આજથી કહી દો બાય બાય: એક નાની એવી સિગરેટ છોડી આપ બનાવી શકો છો શાનદાર સપનાનું ઘર, વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લ્યો કિસ્સો

Mansi Patel

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ રૂપિયાનો ઢગલો કરી દીધો, માગ્યા 5 કરોડ અને મળ્યા 18 કરોડ રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!