GSTV

ઘરની બહાર નિકળતા પહેલા આ વાંચી લેજો, અમદાવાદના આ રસ્તાઓ પર ભુલથી પણ ન જતા

Last Updated on September 10, 2019 by Arohi

અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. સમગ્ર રાત્રિ દરમ્યાન ધીમી-ધારે વરસ્યા બાદ સવારથી જ અમદાવાદ પર મેઘરાજા જાણે કે મન મુકીને વરસી પડ્યા. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, રાણીપ, ગોતા, શિવરંજની, વટવા, જીવરાજ પાર્ક, વેજલપુર, મણિનગર, રામોલ, સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.

સમગ્ર અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે અંધકાર છવાયો. જેના કારણે વાહનચાલકો દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ વાસણા બેરેજની સપાટી ૧૩૦ ફૂટ પર પહોંચી છે અને બેરેજના ત્રણ ગેટ ખોલાયા છે.

  • અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. ત્યારે શિવરંજની વિસ્તારમાં પણ રસ્તા પર મોટા પાયે પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદને કારણે નોકરી-ધંધા પર જતા શહેરીજનોએ ભારે હાલાકી વેઠવી પડી.
  • બીજી તરફ એસ.જી. હાઇવે પર પણ ભારે વરસાદ વરસ્યો. એસજી હાઇવે તેમજ ઇસ્કોન મંદિરમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા.
  • આ તરફ ભારે વરસાદથી સરસપુર વિસ્તાર પણ પાણી-પાણી થઇ ગયો. સરસપુરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા.
  • બીજી તરફ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં પણ અનરાધાર વરસાદે હાલાકી સર્જી. ચાણક્યપુરીમાં મુશળધાર વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
  • તો અમદાવાદ પર ઓળઘોળ થયેલા મેઘરાજા વીતી રાતથી અવિરત વરસી રહ્યા છે ત્યારે શહેરના અસારવા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.
  • અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ઇસ્કોનથી પ્રહલાદનગર સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
  • શહેરનાં મણિનગર વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી. પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
  • આ તરફ માનસી સર્કલ પાસે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. માનસી સર્કલ પાસે અવિરત વરસાદને કારણે લોકોને હાલાકી પડી.
  • તો આ તરફ બહેરામપુરામાં પણ રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાતથી ધીમી ધારે વરસી રહેલા વરસાદે સવારે જોર પકડ્યુ હતું. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બહેરામપુરાના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા. તો લોકો પણ પાણી ભરાઈ જવાની સમસ્યાથી ત્રસ્ત દેખાયા.
  • અમદાવાદના પુર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સરસપુરમાં અનિલ મીલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. દર વરસે અહી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. જેના કારણે કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ છે.
  • બીજી તરફ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે ચાંદખેડાની અનેક સોસાયટીમાં પાણી ફરી વળતા. જેના કારણે લોકોને ભારે હાલાકી પડી.
  • અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પૂર્વના હાટકેશ્વર, સીટીએમ, ખોખરામાં પાણી ભરાતા પૂર્વમાથી નોકરી માટે શહેર તરફ આવતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • અમદાવાદના નારોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નારોલ-ઈસનપુર જવાના રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

48 કલાક સુધી હજુ ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં મેઘરાજાએ પૂરતી મહેર વરસાવી છે. જોકે હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી હજુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, પંચમહાલ અને દાહોદ, સુરત, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસભર સામાન્ય વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે.

Read Also

Related posts

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari

પ્રચાર ભૂખ/ બેકારી – મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો અન્નોત્સવ, કરોડોનું આંધણ કરશે સરકાર

Bansari

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!