GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં માત્ર એક દિવસ પડેલા વરસાદે તંત્રનું પાણી માપી લીધું, એક જ વાહને કરાવી દીધી દોડાદોડી

વરસાદ

Last Updated on March 6, 2020 by Mayur

શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલો અંજલી ફલાય ઓવરબ્રિજ ગુરૂવારે રાતના સુમારે અચાનક વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા.મ્યુનિ.તંત્ર પહેલા પોલીસ દ્વારા જ આ ફલાય ઓવરબ્રિજ બંધ કરાયો હતો. આ પાછળનુ કારણ ગુરૂવારે પડેલા વરસાદ ઉપરાંત ફલાય ઓવરબ્રિજ પરથી પસાર થયેલા કોઈ વાહનમાંથી ઢોળાયેલા ઓઈલ જેવા ચીકણા પ્રવાહીના કારણે કોઈ મોટો અકસ્માત ન થાય એ માટે ફલાય ઓવરબ્રિજ બંધ કરાયો હતો.

મ્યુનિસીપલ તંત્રની દોડાદોડી

ગુરૂવારે રાતે સાડા આઠ કલાકે બ્રિજ બંધ કરાયાના દોઢ કલાક બાદ મ્યુનિ.તંત્ર ઘટના સ્થળે દોડી કામગીરી કરવા પહોંચ્યુ હતુ.બ્રિજ પર એક ઓટો રીક્ષાને અકસ્માત નડયો હતો.જો કે ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવાના અહેવાલ નથી.ફલાય ઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ પડતા મ્યુનિ.તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.

ઓઈલ જેવું પ્રવાહી ઢોળાયું

આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર,ગુરૂવારે સાંજે વાતાવરણમાં આવેલા પલટાને પગલે વરસાદ થયો હતો. આ સમયે પશ્ચિમ ઝોનમાં આવેલા અંજલી ફલાય ઓવરબ્રિજ પરથી પસાર થયેલા કોઈ વાહનમાંથી ઓઈલ જેવુ પ્રવાહી ઢોળાતા આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ફલાય ઓવરબ્રિજ પરનો વાહનવ્યવહાર અટકાવવા માટે આડાશો મુકી દીધી હતી.

દોઢ કલાક બાદ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું

દરમિયાન ભાજપ નેતા અને સ્થાનિક કોર્પોરેટર અમિત શાહને જાણ થતા તેમણે ઝોનના એડીશનલ સિટી ઈજનેરને જાણ કરતા દોઢ કલાક બાદ મ્યુનિ.તંત્ર દોડતુ થયુ હતુ .બ્રિજ પર ઢોળાયેલા પ્રવાહીને સાફ કરી બ્રિજ પરનો વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવા કવાયત શરૂ કરી હતી. વાહન ચાલકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો હતો.એડીશનલ સિટી ઈજનેરનો સંપર્ક કરવા છતાં સંપર્ક થઈ શકયો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!