GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં ધોધમારા વરસાદ પડ્યો હતો. અમદાવાદના મહત્વના કહી શકાય તેવા થલતેજ વિસ્તારમાં કમોસમી માવઠુ પડ્યું હતું. વરસાદની સાથે ભારે વીજળી પણ પડી હતી જેના કારણે ઉનાળામાં શિયાળા જેવો માહોલ પરિવર્તિત થઈ ગયો હતો.

સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગ દ્રારા આગાહી વ્યક્ત કરવામાં આવી તે પછી અમદાવાદમાં સાઈક્લોન સિસ્ટમ સક્રિય થઈ હતી. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના પરિણામે ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો કેટલાક લોકો ઉનાળામાં વરસાદની હેલી પડવાથી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

ગુજરાતમાં અમદાવાદ સિવાય કયા કયા પડ્યો ?

ગુજરાતના મહત્વના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ હળવુ માવઠુ પડ્યું હતું. જ્યારે મહેસાણાના વસાઈમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. અડલાજમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. આ સિવાય અમદાવાદ જિલ્લાના બોપલ, મોટેરા, શ્યામલ, જીવરાજ ચાર રસ્તા, શિવરંજનીમાં ઝાપટુ પડ્યું હતું. તો રાણીપમાં ઝરમર વરસાદ પડ્યો હતો.

ઉનાળુ પાકને નુકસાનની ભીતિ

કમોસમી વરસાદના કારણે અમદાવાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જાય તેવી સ્થિતિ પેદા થઈ હતી. રાતના અગિયાર વાગ્યે શરૂ થયેલા મેઘરાજા જ્યારે ચોમાસુ હોય તેમ મન મુકીને વરસતા હતા. અમદાવાદ સિવાય તેની આસપાસ આવેલા ગામોમાં પડેલા વરસાદના કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. આ પહેલા શિયાળામાં પણ માવઠાના માર અને કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો.

સોશિયલ મીડિયા પર મેસેજ શરૂ

:છેલ્લા બે દિવસથી ગુજરાતના નાગરિકો કોરોના વાયરસના કારણે ફ્રી છે. ત્યારે તેમણે પણ વરસાદને વધાવી લેતા હળવા કટાક્ષસભર મેસેજો શરૂ કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, કોરોનાના કહેર વચ્ચે કુદરતનું સેનિટાઈઝેશન. એક સાથે બધું ધોવાઈ ગયું.

READ ALSO

Related posts

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah

હોંગકોંગ, ભારત બાદ હવે ચીને આ દેશને કરી સળી, કોરોનાની બદનામી ટાળવા હવે ચીન યુદ્ધના રવાડે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!