GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

કોરોનાના કેસોથી ઘાંઘુ બન્યું એએમસી : સુપર સ્પ્રેડર જાહેર કરતી યોજના અભેરાઈએ, હવે રાખજો સાવચેતી

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોથી ઘાંઘુ બનેલું અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર એક પછી એક પ્રોજેકટ અને પ્લાનને અભેરાઇએ ચઢાવતું જાય છે. આવું જ કંઇક હેલ્થ કાર્ડને લઇને થયું છે. અમદાવાદમાં શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. તેવી સ્થિતીમાં શાકભાજીના ફેરીયાઓ તેમજ વેપારીઓ માટે હેલ્થ કાર્ડ ફરજીયાત બનાવી દેવાયા હતા. જો કે હવે જ્યારે રિન્યુ કરવાનો સમય થયો ત્યારે તંત્ર દ્વારા નવા કાર્ડ ઇશ્યૂ કરવા તેમજ રિન્યૂ કરવાની કામગીરી જ બંધ કરી દેવાઇ છે.

  • એએમસી તંત્રએ હેલ્થ કાર્ડ રિન્યૂ કરવાનું બંધ કર્યુ
  • પહેલા સાત દિવસે રિન્યૂ કરવાનો કર્યો હતો નિર્ણય
  • ત્યારબાદ ૧૪ દિવસનો રિન્યૂનો કર્યો નિર્ણય
  • હવે નવા કાર્ડ અને રિન્યૂ કરવાનું કામ બંધ કરી દેવાયુ
  • શાકભાજી અને વેપારીઓ અમદાવાદમાં સાબિત થયા છે સુપર સ્પ્રેડર
  • એએમસી તંત્રએ હેલ્થ કાર્ડ રિન્યૂ કરવાનું બંધ કરતા ખતરો વધી જશે

કામગીરી હાલ પુરતી બંધ કરી દેવાઇ

સૂત્રોનું માનીએ તો હાલ પૂરતી આ કામગીરી બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાએથી કોઈ નિર્ણય ન કરાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવાની નથી. કોર્પોરેશન દ્વારા સુપર સ્પેડર્સ જેનાથી કોરોનાના ચેપ લાગવાના મોટા પાયે કેસો સામે આવ્યા હતા. ત્યારે તેઓની માટે હેલ્થ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યા. પરંતુ તંત્રના યોગ્ય આયોજનના અભાવે લાંબી લાઈનો લાગી. કાર્ડ મેળવવા માટે ફેરિયાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. પહેલા કોર્પોરેશન દ્વારા કાર્ડ રિન્યુ કરવાનો સાત દિવસનો સમય ગાળો રાખવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર હવે ડખે ચડતા કામગીરીને પહોંચી ન વળતા તે સમયગાળો 14 દિવસનો કરવામાં આવ્યો. હવે જ્યારે કાર્ડ રીન્યુ કરવાની વાત આવી છે ત્યારે કામગીરી હાલ પુરતી બંધ કરી દેવાઇ છે.

READ ALSO

Related posts

ફોટો જોઈને તમે ઓળખી પણ નહીં શકો, સ્કૂલના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી આ અભિનેત્રી

Pravin Makwana

વિકાસના નામે પીએમ બનેલા મોદી કરતાં મનમોહન શાસન ઉત્તમ, અમે નહીં…. આ આંકડાઓ કહે છે

Harshad Patel

આ જિલ્લાઓમાં કોરોનાનો કહેર વધતા આવશ્યક વસ્તું સીવાય તમામ દુકાનો બંધ રાખવા કલેકટરનો આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!