GSTV
Home » News » અમદાવાદમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યુંના અધધ કેસ નોંધાયા, 9 દર્દીના થયા છે મોત

અમદાવાદમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યુંના અધધ કેસ નોંધાયા, 9 દર્દીના થયા છે મોત

અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 3,345 કેસ નોંધાયા છે. ત્યારે સૌથી ચોંકવાનારી બાબત એ છે કે કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવામાં આવતો નથી કે કયા ટાઈપના ડેન્ગ્યુના કેસો વધુ જોવા મળી રહ્યાં છે. માત્ર ડેન્ગ્યુનો જનરલ ટેસ્ટ કરી સારવાર કરવામાં આવે છે. અને તેથી 160 હોસ્પિટલનો ડેટા આવે છે તેમાં રોગચાળોનું સાચું ચિત્ર મળતું નથી.

આ વર્ષે ડેન્ગ્યુના 9 દર્દીઓનાં મોત થયા

ડેન્ગ્યુના ચાર પ્રકાર જેવા મળે છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાને એ ખ્યાલ જ નથી કે અમદાવાદમાં કયાં ટાઈપના કેસ વધુ જોવા મળે છે. કારણ કે કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવતો નથી. માત્ર ડેંગ્યુનો સમાન્ય ટેસ્ટ કરી સારવાર આપી દેવામાં આવે છે. જો આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે તો જે પ્રકારના કેસ વધુ હોય તે પ્રમાણે સારવાર કરવાની ખબર પડે. પરંતુ આ પ્રકારનો ટેસ્ટ કરવા માટે પુના સેમ્પલ મોકલવા પડે છે. અને તેની તસ્દી કોર્પોરેશન લેતું નથી. પરિણામે ડેંગ્યુનો કેસ વધી રહ્યાં છે. આ વર્ષે ડેન્ગ્યુના 9 દર્દીઓનાં મોત થયા છે.

દવા છાંટવામાં આવી હોવાના બણગાં ફૂંકે છે

બીજી મહત્વની બાબત એ છે કે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યાબંધ ખાનગી દવાખાના હોસ્પીટલો છે. જ્યારે કોર્પોરેશન માત્ર સરકારી અને 160 ખાનગી હોસ્પિટલના ડેટા રજૂ કરે છે.અન્ય હોસ્પિટલના ડેટા કોર્પોરેશન પાસે આવતા નથી. તેથી સભાવિક રીતે રોગચાળાનું સાચો આંકડો આવતો નથી. આરોગ્ય વિભાગ દવા છાંટવામાં આવી હોવાના બણગાં ફૂંકે છે. પરંતુ માત્ર 2 લાખ મકાનોમાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે ખૂબ ઓછી કામગીરી કહી શકાય. કામગીરી ના કરી હોય છતાં ચોપડે દર્શાવી દેવામાં આવે છે. આમ અંધેર વહીવટ ચાલી રહ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!