GSTV

ભારે કરી: અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલો પણ શરદી-ઉધરસ, તાવના હજારો કેસોથી ઉભરાઈ, આરોગ્ય તંત્ર પણ ચિંતામાં!

Last Updated on October 14, 2021 by pratik shah

અમદાવાદ શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો વાઈરલ ડીસીઝના કારણે પીડાઈ રહ્યા છે.. આ વાતની ચાડી ખાઈ રહ્યા છે સરકારના ચોપડે નોંધાયેલા આંકડા હજારોની સંખ્યામાં ઓપીડી આવી રહી છે. ભલે કોરોના વખતે કેસ પર કાબુ મેળવવામાં સફળતા મળી હોય પરંતુ અત્યારે સ્થિતિ ચિંતાજનક છે.

ડેન્ગ્યુ

અમદાવાદ જીલ્લા વિસ્તારમાં લોકો શરદી ઉધરસ કફ તાવ જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. ગ્રામ્યમાં દરરોજ હજારોની સંખ્યામાં જ ઓપીડીમાં કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના વખતે રોગચાળો રોકવામાં વહીવટી તંત્રને સફળતા મળી હતી. પરંતુ અત્યારે સ્થિતિ કાબુ બાર જઈ રહી હોવાનું સામે આવી રહ્યા છે…અમદાવાદ જીલ્લામાં ૭ તાલુકા આવેલા છે જેમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આંકડા પર નજર કરીએ તો

બાવળા58505
દસક્રોઈ 57741
દેત્રોજ 30719
ધંધુકા 38146
ધોલેરા 15211
ધોળળકા 48455
માંડલ33185
સાણંદ 79475
વિરમગામ65229

આ જે કેસ નોંધાયા હતા તેમાંથી ૨ લાખથી વધારે બ્લડ સેમ્પલ લઇ ચકાસણી કરવામાં આવી હતી.પરંતુ તેમાં રાહતની વાત એ છે કે જેમાં ગંભીર કહી શકાય એવા ડેન્ગ્યું ચીકન ગુનિયા અને મેલેરીયાના કેસ ખુબ ઓછા છે. ડેન્ગ્યુના કુલ 16 કેસ નોંધાયા છે જેમાં  સાણંદમાં 9 , ધોળકા અને દસક્રોઈ 3-3 અને 1 કેસ વિરમગામમાં નોંધાયો છે એજ રીતે મેલેરીયાના કુલ માત્ર 5  જ કેસ છે અને ચિકન ગુનીયા કુલ 3 કેસ છે જેમાં સાણંદમાં 1 ચાંગોદરમાં 1 અને વિરમગામમાં ૧ કેસ નોંધાયો છે.

fever

આ કેસ પર કાબુ મેળવવા માટે સતત ફોગીંગ અને દવા છાંટવામાં આવી રહી છે સાથે જ 11600  જેટલી મચ્છરદાનીનું પણ વિતરણ કરાયું છે.

READ ALSO

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!