GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનાને હરાવી ઘરે પરત ફરેલી અમદાવાદની યુવતીનું સોસાયટીના રહીશોએ થાળી વગાડી કર્યું સ્વાગત

corona

રાજ્યભરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે બે દર્દીઓ બિલકુલ સાજા થઈ ગયા છે.જેમાં અમદાવાદની યુવતી સ્વસ્થ્ય થઈને ઘરે પહોંચતા થાળી વગાડીને અને તાળીઓ વગાડીને તેનુ સ્વાગત કરાયુ હતુ. કોરોના સામે જંગ જીતનારી આ યુવતીને ગત 18 માર્ચે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી સાજી થઈ અને ઘરે આવેલી યુવતીનું ફ્લેટના રહીશોએ થાળી, શંખ વગાડી સ્વાગત કર્યું હતું.

ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસ ધરાવતા દર્દીઓની સંખ્યા અગિયારસો પચાસને પાર થઈ છે. જ્યારે ગુજરાતમાં કોરાનાવાયરસથી પોઝીટીવ કેસોની સંખ્યા 69 પર પહોંચી છે. કોરોના મુદ્દે ભાવનગર જીલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. ગુજરાતમાં કોવિડ સંક્રમણથી આ છઠ્ઠુ મોત થયુ છે. જેસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષીય મહિલાનું મોત થયુ છે. આ મોત બાદ ભાવનગરમાં મોતનો આંકડો 2 ઉપર પહોંચી ગયો છે. આ મહિલાને સુરતથી એનાં સંબંધી દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકા છે. ભાવનગરનાં પાંચ પોઝીટીવ કેસ પૈકી એકનું મોત થયુ છે. આ મહિલાનું મોત આજે વહેલી સવારે થયુ હતુ.

પહેલાં પણ થયું હતુ મોત

ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચી ગયો હતો. ભાવનગરનાં વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે. સાથે સાથે ઘોઘારોડ શિશુવિહાર અને જેસરના કેસના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ પણ ભાવનગરમાં કોરાના કારણે એક નું મોત નીપજ્યું હતું વધુ પાંચ કેસ આવતા તંત્ર માં દોડધામ મચી છે. તે સાથે શહેરમાં લોક ડાઉનનું ચુસ્તપણે અમલ થાય અને લોકો હવે ઘરની બહાર ના નીકળે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં 6નાં મોત

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ રવિવારે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 પોઝીટીવ કેસ

આ પહેલા રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક એક કેસ પોઝિટવ આવ્યા હતા. અમદાવાદ અને સુરતમા પણ રવિવારે એક એક કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. આજના કુલ 5 કેસ સહિત રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 68 થઈ ગઈ છે. રાજકોટ ગ્રામ્યમાં જે કેસ પોઝિટિવ નોંધાયો હતો તેની ફ્રાન્સની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 36 વર્ષીય યુવકને કોરોના વાયરસ પોઝિટિવનો કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ નવ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગીર સોમનાથમાં વધુ એક કેસ નોંધાતા ત્યાં કુલ 2 કેસ થયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેને રજા આપવામાં આવી છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!