GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જેન્યુઈન સર્વિસ ઓનલાઈન ન્યુડ વિડીયો કોલીંગ સાથે યુવતીની મૂકાઈ તસવીર: ફોન પર ફોન આવવા લાગ્યા

શહેરમાં સાઈબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતી યુવતીનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી કોઈએ તેનો અને તેની પિતરાઈ બહેનનો ફોટો મુકીને બિભત્સ લખાણ લખ્યું હતું. આ અંગે યુવતીએ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ફ્રેન્ડશીપ માટે મોકલેલી રિકવેસ્ટનો યુવતીએ રિપ્લાય ન આપતા આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ બનાવની વિગત મુજબ દરિયાપુર વિસ્તારમાં રહેતી યુવતીના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટા મુકી બિભત્સ લખાણ લખવામાં આવ્યું હતું. યુવતીને આ અંગે જાણ થતા તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘાટલોડીયા ગામમાં નાનો ઠાકોરવાસમાં રહેતા ૨૨ વર્ષના નીખીલ આર ટાંક(કડીયા)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં તેણે આ યુવતીને એકવાર તેના મિત્ર સાથે મળ્યો હતો. બાદમાં તેણે યુવતીને ફ્રેન્ડશીપ કરવા મેસેજ કર્યો હતો. પરંતુ યુવતીએ સરખો રિપ્લાય ન આપતા તેણે ગુસ્સામાં આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આરોપીએ આ યુવતીના ઈન્સ્ટાગ્રામ ફેકે આઈડી બનાવીને યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટો કોઈ જગ્યાએથી મેળવીને મુક્યા હતા. બાદમાં તેણે યુવતીનો વોટ્સએપ નંબર લખ્યો હતો અને જેન્યુઈન સર્વિસ ઓનલાઈન ન્યુડ વિડીયો કોલીંગ એવું બિભત્સ લખાણ લખ્યું હતું. આમ યુવતીને હેરાનગતિ થાય અને સમાજમાં બદનામી થાય તેવું કૃત્ય આરોપીએ કર્યું હતું.

READ ALSO

Related posts

શું તમે પણ ફોનની ગેલરીમાં પ્રાઈવેટ ફોટો અને વીડિયો છુપાવવા માગો છો ? તો આ છે સરળ રીત

Ankita Trada

બેડમિન્ટન સ્ટાર ચિરાગ-સાત્વિક હાલમાં હૈદરાબાદ કેમ્પમાં સામેલ નહીં થાય

Mansi Patel

મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર! મોદી સરકાર ટૂંક સમયમાં જ આપશે આ મોટી ભેટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!