GSTV
Home » News » અમદાવાદની વાયએમસીએ ક્લબ પાસે યુવતીના અપહરણના પ્રયાસ મામલે પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો

અમદાવાદની વાયએમસીએ ક્લબ પાસે યુવતીના અપહરણના પ્રયાસ મામલે પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો

અમદાવાદના વાયએમસીએ ક્લબ પાસે યુવતીના અપહરણના પ્રયાસ અને છેડતીમાં મંથર ગતીએ તપાસ ચાલી રહી છે. જોકે, ઘટનાના ચાર દિવસે બાદ પોલીસને ઘટનાસ્થળે રહેલી શંકાસ્પદ કારનો નંબર મળ્યો છે. શંકાસ્પદ કાર બાવળા આરટીઓમાં રજીસ્ટર હોવાનું સામે આવ્યુ છે. જીજે 38 બી-સિરીઝથી રજીસ્ટર કાર હતી. બીજી તરફ, પોલીસ ઘટના બન્યાના ચાર દિવસ બાદ પણ તપાસમાં કંઈ ઉકાળી શકી નથી. આરોપીઓના નામ, સરનામાં અને ફોટોગ્રાફ હોવાં છતાંય પોલીસ તપાસમાં ઢીલાશ હોય તેમ દેખાય છે. આનંદનગર પોલીસ બે વખત મુખ્ય આરોપી પાશ્વ ત્રિવેદીના ઘરે સર્ચ માટે ગઈ હતી.પરંતુ બંને વખતે પોલીસે વીલે મોઢે પરત ફરવાનો વારો આવ્યો.

READ ALSO

Related posts

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનાં પ્રહારો

Mansi Patel

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!