GSTV
Gujarat Government Advertisement

GSTVના અહેવાલનો ધારદાર પડઘો / ઘાટલોડિયાની નાલંદા વિદ્યાલયે પરીક્ષા લેવાનો નિર્ણય પરત ખેંચ્યો

Last Updated on April 18, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે તારીખ 30 એપ્રિલ સુધી ઓફલાઇન શૈક્ષણિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ હાલ પૂરતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરાઇ છે. ત્યારે આવી સ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નાલંદા વિદ્યાલયે સરકારના નિયમોની ઐસી કી તૈસી કરીને ધોરણ-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. સોમવારથી નાલંદા સ્કૂલમાં ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો હતો.

સ્કૂલે વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ચીમકી પણ આપી હતી

તદુપરાંત સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ફરજીયાત પરીક્ષા આપવા દબાણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જે વાલીએ ફી ના ભરી હોય તેમના બાળકની પરીક્ષા નહીં લેવાય તેમજ તેઓને નાપાસ કરવાની પણ ચીમકી સ્કૂલે આપી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. પરંતુ અંતે GSTV ના અહેવાલનો ગણતરીની કલાકોમાં જ પડઘો પડ્યો છે અને અમદાવાદની નાલંદા વિદ્યાલયે પરીક્ષા લેવાનો નિર્ણય પરત ખેંચી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

GSTV એ અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના જ કલાકોમાં નાલંદા સ્કૂલે પરીક્ષા રદ કરી

GSTV એ અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના જ કલાકોમાં નાલંદા સ્કૂલ મેનેજમેન્ટે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, CM એ ધોરણ 10-12 ની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરી તેમજ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરી હોવા છતાં નાલંદા સ્કૂલે આ જાહેરાતની ઉપરવટ જઇને વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. જો કે GSTV એ બાળકોના હિતને જોઇને અહેવાલ પ્રસારિત કર્યા બાદ નાલંદા વિદ્યાલયે વાલીઓને મેસેજ કરીને પરીક્ષા રદ કરી હોવાની જાહેરાત કરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી ગયો, પ્રેમીએ એવું કર્યું કે ભગવાનના ઘરે પહોંચી ગયો

Bansari

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!