GSTV

ACB Trap / અમદાવાદ અને ગાંધીનગર એસીબીની ઇતિહાસની સૌથી મોટી ટ્રેપ, હાથ લાગ્યા સવા બે કરોડથી વધુ રૂપિયા

Last Updated on July 20, 2021 by Zainul Ansari

અમદાવાદ અને ગાંધીનગરમાં ACBએ ઇતિહાસની સૌથી મોટી ટ્રેપ કરી છે. જેમાં 2 કરોડ 27 લાખ રૂપિયાની રોકડ રકમ હાથ લાગી છે. આર એન્ડ બી વિભાગના વર્ગ-ટુના અધિકારી નિપુણ ચોક્સી મુખ્ય આરોપી છે. જેઓએ સમગ્ર શિક્ષણ અભિયાન હેઠળ પાટણમાં કોન્ટ્રાક્ટ માટે લાંચ માંગી હતી.

ઝડપાયેલા આરોપી ક્લાસ ટુ ઓફિસર છે અને અન્ય બે આરોપી કરાર આધારીત નોકરી કરતા હતા. ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકમાંથી 74 લાખ મળી આવ્યા છે અને અન્ય બેન્ક એકાઉન્ટમાંથી 1 લાખ 52 હજારની રોકડ મળી આવી છે, અન્ય એક કેનેરા બેન્કનું પણ લોકર ઓપરેટ કરવામાં આવતુ હતુ. જેમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું છે.

આરોપીઓ અગાઉ જ ચાર લાખ લાંચ સ્વરૂપે લઈ ચુક્યા છે. સમી તાલુકાના બોયસ હોસ્ટેલ અને સખેશ્વર તાલુકા કસ્તુરબા ગાંધી બાલિકાના પેટા કોન્ટ્રાકટરને કામ પૂર્ણ થતાં મળેલી રકમમાંથી 1 ટકા લેખે 1 લાખ 21 હજાર લાંચની રકમની માંગણી કરી હતી. જેની ફરિયાદ એસીબીને મળતા લાંચિયા નિપુણ ચોકસીને લાચ લેતા ઝડપી લીધો હતો.

આ અગાઉ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ભાયા ભાઈ સુત્રેજાના લોકરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ 1 કરોડ 27 લાખ તેમજ શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેકટર રમણભાઈ ચારેલના લોકરમાંથી રૂપિયા 37 લાખ 19 હજારની રકમ મળી આવી હતી. હાલમાં એસીબીએ નિપુણ ચોક્સીની પુછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ માં પણ ACBએ આ આરોપી ની પુછપરછ કરી ને તેમની અપ્રમાણસર મિલકત છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Read Also

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Harshad Patel

ખુશખબર/ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે, જગતના તાતને આટલા હજાર કરોડની અપાઈ સબસિડી

Harshad Patel

Tokyo Olympics મહિલા હોકીમાં આ પાંચ ધાકડ છોરીઓના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે થયો ચમત્કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!