GSTV
Gujarat Government Advertisement

ફ્લાવર શો : અમદાવાદ વિદેશી ફૂલોથી મહેંકશે પણ પ્રવેશ ફી થઈ ડબલ, રવિવારે તો ભૂલથી પણ ના જતા

Last Updated on January 2, 2020 by Mayur

અમદાવાદનો સાબરમતીનો પશ્ચિમ કિનારો દર વર્ષની જેમ તા. ૪થી ૧૯મી જાન્યુઆરી દરમ્યાન રંગબેરંગી દેશી- વિદેશી ફૂલોના શૉથી મહેંકી ઉઠશે. અગાઉ ૭૮૦૦૦ ચો.મીટરમાં યોજાતો ફ્લવર શૉ યોજાતો હતો તે આ વખતે ૮૬૫૦૦ ચો. મીટરની વિશાળ જગ્યામાં યોજાશે. ઉપરાંત આગળના વર્ષોમાં ૯ કે ૧૧ દિવસ ચાલતો ફ્લાવર-શૉ આ વર્ષે ૧૬ દિવસ ચાલશે. ૪થીએ ફ્લાવર-શૉ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે ખુલ્લો મુકાશે.

બીજી તરફ પ્રવેશ ફી રૂા. ૧૦ હતી તે વધારીને રૂા. ૨૦ કરવામાં આવી છે. તેમજ શનિ- રવિની રજામાં ટિકિટના દર રૂા. ૫૦ કરી કઢાયા છે. ફ્લાવર શૉમાં ૪૦ ફૂડકોટ, ૩૦ દવા, બિયારણ, ખાતર, બગીચાના સાધનોની દુકાનો અને ૮ નર્સરીઓના સ્ટોલ્સ હશે. પ્રવેશ દ્વારા બન્ને તરફ મોરના બે સ્કલ્પચર ‘વેલકમ’ કરશે. ૧૫૦ ફૂટ જેટલી લાંબી ગ્રીનવૉલ પણ ઉભી કરાઈ છે.

આ ઉપરાંત ફ્લાવર શૉમાં આઠ જુદી જુદી થીમ પરનાર પેવેલિયન બનાવાયા છે. (૧) મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતિ નિમિત્તે રેંટીયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ, લોકલ ટ્રેનમાં મુસાફરી વગેરેની ફૂલોથી પ્રતિકૃતિઓ બનાવાશે. (૨) ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરના ૮ ફૂટ મોટા સ્કલ્પચર સાથે આરોગ્ય જાગૃતિનો મેસેજ આપવામાં આવશે.

(૩) આયુર્વેદિક વનની થીમમાં પહાડ અને સંજીવની બુટ્ટી લઈને આવતા હનુમાનજીની પ્રતિકૃતિ હશે. (૪) સ્પોર્ટ્સ ઝોનમાં ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ, હોકી, બેડમિંટન, ચેસ જેવી રમતોનું વાતાવરણ ખડું કરાશે, (૫) સેલ્ફી પોઇન્ટમાં બટરફ્લાય, ઉડતી પરી, આઇ લવ અમદાવાદ જેવા સ્કલ્પચરના સાનિધ્યમાં સેલ્ફી લઈ શકાશે. (૬) રિસાયકલ, રિડયુસ અને રિયુઝની થીમ પર જૂના ટાયરોમાં ગ્રીનરી ઉભી કરવા સાથે પાણી બચાવોનો સંદેશો પણ અપાશે. (૭) ફાયર બ્રિગેડના સાધનો સાથેનું પેવિલયન અને (૮) રિયલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.

ફ્લાવર શૉમાં ઓસ્ટીયોસ્પર્મમ, પ્રિમુલા, સાયસલામેન, પેટુનિયા, વેરબેના, વિનકા, સેવંતી જેવી વિદેશી જાતોના ફૂલછોડ પણ જોવા મળશે. પ્રકૃતિ પ્રેમી નાગરિકો ફ્લાવર શૉને માણવાની સાથે તેને સંલગ્ન સ્ટોર્સમાંથી ઘરના ગાર્ડનની માવજત કેમ કરવી તે પણ શીખી શકશે. નર્સરીમાંથી ફૂલછોડ, વૃક્ષો, વેલ વગેરે ખરીદીપણ શકાશે. ટિકિટ ફ્લાવર શૉ ઉપરાંત તમામ સિવિક સેન્ટરમાંથી પણ લઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!