GSTV

અમદાવાદઃ સરદારનગરમાં ફાયરિંગના આરોપી અંતે અહીંયાંથી ઝડપાયા

Last Updated on August 15, 2018 by

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગત 14 ઓગષ્ટના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિ નામના વ્યકિત સાથે મનિષ અને અજય નામના બન્ને આરોપીઓએ ઝગડો કરી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે બન્ને આરોપીઓની દાસ્તાન સર્કલ નજીકથી ધરપકડ કરી છે. તેમની પાસેથી એક પિસ્ટલ અને ચાર જીવતા અને એક ફુટેલ કારતુસ પણ કબ્જે કર્યા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે પહેલેથી જ જૂની અદાવત ચાલી રહી હતી. પોલીસના કહેવા પ્રમાણે આરોપી અજયને ફરિયાદી પક્ષે માર માર્યો હતો. અજય ત્યારબાદ બદલો લેવા અને ફરિયાદીને ડરાવવા માટે એમ.પીથી 25 હજારમાં હથિયાર લઈ આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બંન્ને આરોપીઓને પકડી એરપોર્ટ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ હથિયાર કોની પાસેથી લઈ આવ્યા હતા તે માટે કાર્યવાહી કરી રહી છે.

Related posts

વેધર વોચ ગૃપની મહત્વની ઓનલાઈન બેઠક યોજાઈ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

pratik shah

દિલધડક વીડિયો / આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ફક્ત 7 સેકન્ડમાં બિલ્ડીંગ તાસની મહેલની જેમ ધરાશાયી

Zainul Ansari

પશુપાલકો આનંદો: આવ્યા રે આવ્યા ખુશખબર, રાજ્ય સરકાર પશુધન સહાયમાં વધારો કરે તેવી શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!