GSTV
Gujarat Government Advertisement

કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો

Last Updated on April 19, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાને કારણે અમદાવાદના ફાયરકર્મીઓ પણ માનસિક ટ્રેસ અનુભવી રહ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ડેડબોડી વાન માટેના કોલમાં વધારો થયો છે જેથી કંટ્રોલ રૂમમાં કોલ સતત રણકી રહે છે. કોલ એટેન્ડ કરનારા કર્મીઓનું કહેવું છે કે ખૂબ જ મોટી સંખ્યામાં કોલ એટેન્ડ કર્યા બાદ રાતે ઊંઘમાં પણ તેઓને એવું લાગે છે કે તેઓ કોલ એટેન્ડ કરી રહ્યાં છે.

પરિવારજનનું મૃત્યુ થયું હોવા છતાં સ્વજનો ડેડબોડીથી દૂર ભાગે છે

ડેડબોડી વાનમાં વેઇટીંગ ચાલી રહ્યું છે. ત્યારે કેટલાંક વગદાર લોકો ફોન કરીને ડેડબોડી વાન આવતા આટલી વાર કેમ લાગે તેમ ખખડાવે પણ છે. ડેડબોડી વાન લઇને પહોંચેલા ફાયર કર્મીઓને કેટલાંક એવાં અનુભવ થયા છે કે જે સમાજની માનસિકતા છતી કરે છે. ફાયરકર્મીઓનું માનીએ તો કેટલાંક એવાં કોલ એટેન્ડ કરવામાં આવ્યાં છે કે જો હોસ્પિટલમાં મૃત્યુ થાય ત્યારે કોવિડની ગાઇડલાઇન મુજબ પ્રોસેસ કરી મૃતદેહ અંતિમવિધિ માટે આપવામાં આવે છે પરંતુ હોમ આઇશોલેશનમાં મોત થાય ત્યારે કેટલાંક કિસ્સામાં આ કામ પરિવારજનો કરતા નથી.

નેતાઓ-ધારાસભ્યોને ફોન કરીને ફાયરકર્મીને ઠપકો આપે છે

ડેડબોડીવાન પહોંચે ત્યારે કંડક્ટરને આ કામ કરવાનું કહેવામાં આવે છે. પરિવારજનનું મૃત્યુ થયું હોવા છતાં તેનાથી સ્વજનો દૂર ભાગે છે. ડેડબોડીને કોવિડ ગાઇડ લાઇન મુજબ તૈયાર કરવાથી તેઓ દૂર ભાગે છે અને ડેડબોડી વાનના લોકોને આ કામગીરી કરવા કહેવામાં આવે છે. જો આ કામ કરવાની ના પાડવામાં આવે તો કેટલાંક કીસ્સામાં તો નેતાઓ-ધારાસભ્યોને ફોન કરીને ફાયરકર્મીને ઠપકો પણ આપવામાં આવ્યો છે. ફાયર કર્મીઓ કહી રહ્યાં છે કે, ‘શું આ કામની જવાદારી તેઓની છે? શું ફાયરના જવાનો માણસ નથી? શું તેઓને કોરોનાનો ચેપ લાગતો નથી? કોરોનાનો ડર એવો તે કેવો કે તમે તમારા સ્વજનથી દૂર ભાગો છો?

કોરોના

અમદાવાદ ફરીથી બન્યું કોરોના હોટસ્પોટ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ફરી વાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે છેલ્લાં એકાદ મહીનાથી સતત રાજ્યમાં અને એમાંય અમદાવાદ અને સુરતમાં તો જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યાં છે. મહત્વનું છે કે, આજ રોજ રાજ્યમાં કોરોનાના નવા 11 હજાર 403 કેસો નોંધાયા છે. જેને સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજ રોજ નવા 117 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 4,258 કેસ સામે આવ્યાં છે અને 814 દર્દી સાજા થયા છે. જ્યારે 23 દર્દીઓના મોત થયા છે. 18 એપ્રિલની સાંજથી 19 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 4207 અને જિલ્લામાં 51 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 751 અને જિલ્લામાં 63 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!