GSTV
Home » News » ‘વાયુ’ ઇફેક્ટ: અમદાવાદ ફાયર સ્ટાફ એલર્ટ, પોરબંદર-દ્વારકામાં રેસ્કયુ માટે ટીમ મોકલાઇ

‘વાયુ’ ઇફેક્ટ: અમદાવાદ ફાયર સ્ટાફ એલર્ટ, પોરબંદર-દ્વારકામાં રેસ્કયુ માટે ટીમ મોકલાઇ

વાયુ વાવાઝોડાને પગલે અમદાવાદ ફાયર વિભાગ પણ સ્ટેન્ડ ટુ છે. શહેરના 15 ફાયર સ્ટેશનનો સ્ટાફ એલર્ટ છે. 8 રેસક્યુ વીહીકલ, 125 તરવૈયા, 12 બોટને રેડી રાખવામા આવી છે. આદેશ મળતા રેસ્કયુ માટેની કામગીરી કરવામા આવશે. અમદાવાદ ફાયર ખાતાની ટીમ પોરબંદર અને બેટ દ્વારકા બચાવ કામગીરીમા જોડાઇ છે.

સૌરાષ્ટ્રમાં તેનાત આ ટીમ પોતાની સાથે 4 કોક્રીટ કટર, 4 લાકડા કાપવાના કટર, 4 લાઇફ જેકેટ, ટોર્ચ તેમજ 22 દોરડા જેવી વિવિધ બચાવની સામગ્રી લઇ જવામા આવી છે. અમદાવાદ ફાયર ખાતા પાસે આધુનિક સાધનો છે જેના કારણે બચાવ કામગીરી ઝડપી કરી શકાય છે.

વાયુ વાવાઝોડાની સતર્કતાને પગલે અમદાવાદ કોર્પોરેશને પણ પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ ઉપરાંત સતર્કતાના ભાગરૂપે દરેક ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરીને ફાયરના સ્ટાફની રજાને રદ કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના ભયજનક હોર્ડિંગ્સને દૂર કરાયા છે.

READ ALSO

Related posts

અજીબ છે આ બોલરની એક્શન, તમે જોશો તો મલિંગાને પણ ભૂલી જશો

Karan

શુદ્ધ સોનું ખરીદવું છે તો ના કરશો ઉતાવળ, 1 જાન્યુઆરીથી લાગુ થઈ રહ્યાં છે આ નવા નિયમો

Bansari

મરાઠા અનામત : મહારાષ્ટ્રમાં રાજકીય ભૂંકપો વચ્ચે સુપ્રીમ કરશે આ મહિને સુનાવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!