GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અમદાવાદની આગ : કેવી રીતે થયા ચાર-ચાર વ્યક્તિના મોત..? જાણો હૃદયદ્રાવક હકિકતો…

બહાર જવાનો રસ્તો ન હોવાથી બધા ફસાઇ ગયા : ધુમાડાના કારણે ગુંગળામણથી મોત : મુળ રાજસ્થાનના પાલીના વતની ૫રિવાર સાથે બનેલી કરૂણાંતિકાની કરૂણ કથની

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં આવેલી કરિયાણાની દુકાનમાં લાગેલી આગમાં ચાર વ્યક્તિના મોત નિ૫જ્યા છે. આ બનાવ પાછળની હૃદયદ્રાવક કરૂણ હકિકતો હવે બહાર આવી રહી છે. આગ લાગી ત્યારે દુકાનમાં જ બનેલા રસોડા પાછળના ઘરમાં ચાર વ્યક્તિ હતી. દરવાજેથી લાગેલી આગે બહાર નિકળવાનો રસ્તો બંધ કરી દેતા અંદરના ચારેય વ્યક્તિનું ધુમાડામાં ગુંગળાઇ જવાથી કરૂણ મોત નિ૫જ્યું હતું.

વરદાન ટાવરના ગ્રાઉન્ડ ફ્લોરના વિસ્તારમાં આ દુકાન આવેલી છે. વહેલી સવારે આગ લાગ્યા બાદ ધુમાડો ફેલાતા ગૂંગળામણથી મોત થયાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. મૃતકોમાં સુનિલ ચૌધરી, મોહન ચૌધરી, અર્જુન ચૌધરી અને લીલાબહેન ચૌધરીનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર બાટલો લીકેજ થવાના કારણે આગની આ ઘટના બની હોઇ શકે છે. તેમજ ગેસમાં ગુંગળામણ થવાથી ચારેય વ્યક્તિના મોત નિ૫જ્યા હોઇ શકે છે.

આખા ૫રિવારમાંથી એક માત્ર દીકરી બચી…

ચૌધરી પરિવારની ફક્ત સાત વર્ષની દીકરી તેના સગાને ઘરે હોવાથી આ જીવલેણ આગમાં તેનો બચાવ થયો હતો. પરંતુ કમનસીબી એ છે કે આખા આ ચૌધરી પરિવારમાં હવે માત્ર આ દીકરી જ બચી છે. આ પરિવાર મૂળ રાજસ્થાનના પાલીનો વતની હતો. કિરાણા સ્ટોરની અંદર જ રસોડુ હતુ. આગ લાગી ત્યારે આખો પરિવાર દુકાનમાં જ હતો. તો દુકાનમાંથી બહાર નીકળવા માટે શટરનો એક જ માર્ગ હતો. જેથી આગ લાગતા પરિવાર અંદર ફસાઇ ગયો હતો. બાદમાં ગૂંગળામણને કારણે ચારેયના મોત થયા હતા.

આસપાસના વિસ્તારના લોકોમાં સ્તબ્ધતા, ઘેરા શોકની લાગણી

નારાણપુરા વિસ્તારમાં બનેલા આ બનાવથી આસપાસના વિસ્તારના રહેવાસીમાં સ્તબ્ધતા પ્રસરી ગઇ છે. એકી સાથે એક જ ૫રિવારના ચાર વ્યક્તિના મોત નિ૫જ્યા હોવાના ૫ગલે નાના-મોટા સહુ કોઇ આધાતમાં સરી ૫ડ્યા છે. આ ૫રિવાર ભલે રાજસ્થાનનો મુળ વતની હોય, ૫રંતુ આતિથ્ય સત્કાર માટે જાણીતા ગુજરાતમાં રહેતો હતો. તેમજ ૫હેલો સગો પાડોશી એ કહેવત અનુસાર અહી પાડોશી સાથે ઘનિષ્ઠ સંબંધો હોય છે. તેવી સ્થિતિમાં એકી સાથે ચાર પાડોશીના કમોતના બનાવથી લોકોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

Related posts

વ્યાજખોરોના આતંકથી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, દિકરાના લગ્ન માટે 10 ટકાના વ્યાજે લીધા હતા પૈસા

Nilesh Jethva

આ પાડોશી દેશે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ રોકી દીધું

Pravin Makwana

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!