GSTV

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

અમદાવાદ ફાયર વિભાગના જવાનોને હવે રેસ્ક્યૂ કામગીરી કરવી સરળ બનશે. કારણકે ફાયર જવાનોને મદદ કરવા માટે આવી ગયો છે એક એવો સાથીદાર જે થર્મલ કેમેરાથી સજ્જ છે. ત્યાં સુધી કે રાત્રીનો અંધકાર હોય કે પછી આગથી ઉઠેલો ગમે તેવો ધૂમાડો આ સાથીદારની આંખોથી હકિકત છૂપાઇ નહીં શકે. આખરે કોણ છે આ સાથીદાર જોઇએ આ ખાસ અહેવાલમાં

  • થર્મલ કેમેરાથી સજ્જ છે આ ડ્રોનની આંખો
  • રાત્રીનો અંધકાર હોય કે ધૂમાડો
  • પરિસ્થિતીનો સ્પષ્ટ ચિતાર આપશે ડ્રોન

અમદાવાદ ફાયર વિભાગ હવે થર્મલ કેમેરાથી સજ્જ ડ્રોનથી સજ્જ બન્યો છે. ઉંચાઇ પર આગ લાગી હોય કે પછી પૂર જેવી કોઇ કુદરતી આપતીમાં કોઇ ફસાયુ હોય ફાયર વિભાગના સાથીદાર સમું આ ડ્રોન વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી દેશે. રૂપિયા 25 લાખના ખર્ચે અમદાવાદ ફાયર વિભાગે આ ડ્રોન ખરીદ્યુ છે. જેની મદદથી માત્ર 3 મિનિટમાં બિલ્ડીંગમાં આગ ખરેખર ક્યાં લાગી છે તેની જાણકારી આપી દેશે. ફાયર એન્ડ સિકયોરીટી એસોશિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આ ડ્રોન અમદાવાદ ફાયરને આપવામા આવ્યુ છે.

ડ્રોનની વિશેષતા

  • ફોર-કે કેમેરાથી સજ્જ
  • થર્મલ કેમેરાની સજ્જ
  • નાઇટ તેમજ ફોગમાં પણ ક્લિયર વિઝન આપવા સક્ષમ
  • ૨ કલાકનું બેટરી બેકઅપ
  • ૨ કિલોમીટર સુધીના વિસ્તારનું આપશે સ્પષ્ટ વિઝન

અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા હાલ એક ડ્રોન ખરીદવામા આવ્યુ છે. પરંતુ શહેરના વિકાસ અને વધતા વિસ્તારની માગને ધ્યાનમા લઈ આવનારા સમયમા એક સેન્ટ્રલ અને ચાર અન્ય એમ કુલ પાંચ ડ્રોન વસાવાશે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!