GSTV

અમદાવાદ ફાયર બ્રિગેડ થયું આધુનિક, 25 લાખના ખર્ચે ખરીદ્યુ ડ્રોન

અમદાવાદ શહેરમાં ગગનચૂંબી ઇમારતો વધી રહી છે.ત્યારે વધતા જતા વિકાસને લઇને મોટી ઇમારતમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. જેથી હવે અમદાવાદ ફાયર બ્રિગેડ નવીનીકરણ કરી રહ્યું છે.

ડ્રોનની વિશેષતા

વજન ૬.૫ કીગ્રા
ફોર-કે કેમેરાથી સજ્જ
૩૦ મિનિટ બેટરી બેકઅપ
૨ કિમી સુધીનું સચોટ ચિત્ર

અમદાવાદ ફાયર બ્રિગેડે 25 લાખના ખર્ચે ડ્રોન ખરીદ્યુ

આ ડ્રોનની મદદ થી માત્ર 3 મિનિટ માં જ આગ ક્યાં લાગી છે અને કયાં સ્થળે કેટલા લોકો ફસાયા છે. તેની માહિતી મળી શકે છે. આ ડ્રોન 150 મીટર ઊંચાઇ સુધી લઇ જઇ શકાતા આ ડ્રોનની વિશેષતાની વાત કરીએ તો આ ડ્રોનનું વજન 6.5 કીગ્રા છે. આ ડ્રોનમાં ફોર કે કેમેરા છે. 30 મિનિટ બેટરી બેકઅપ ધરાવે છે. આ ડ્રોન કેમેરાથી 2 કિલોમીટર સુધીની તમામ પરિસ્થિતિનું સચોટ ચિત્ર મળે છે. આ ડ્રોન ફાયર અને સિક્યોરિટી એસોસિયેશન ઓફ ઈન્ડિયાની મદદથી ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે.અમદાવાદ માટે અન્ય શહેરો માટે કુલ ચાર ડ્રોનની ખરીદી કરાશે. જો કે આ ડ્રોનના ઉપયોગ માટે એવીએશન વિભાગની મંજૂરી જરૂરી છે

અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા સ્થાનિક સોર્સની મદદથી અલ્ટ્રા હાઈપ્રેશર રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને શેષનાગ નામ આપવામાં આવ્યું છે.જે 400 લિટર પ્રતિ મિનિટથી પાણી મારો કરે છે. જ્યાં એવી ઘટના બની હોય ત્યાં શેષનાગ ઉપયોગી બની મદદ કરશે. શેષનાગ રોબોટ સાથે થર્મલ કેમેરા લગાવાયો છે. આ ઉપરાંત 500 મીટર લાંબી પાણીની પાઇપલાઇન પણ લગાવાઇ છે જેને લઇને થર્મલ કેમેરાની મદદ થી આગ કયા લાગી છે અને તે સ્થળ પર પાણીનો ફુવારો મારી આગ ઓલવવામાં મદદરૂપ બની શકે છે.

શેષનાગ રોબોટ

આ શેષનાગ રોબોટ 3 કરોડના ખર્ચે અમદાવાદ નજીક ચાંગોદર નજીક તૈયાર કરવામાં આવ્યો છે. ગીચ અને સાંકડા વિસ્તાર માં જઈને અનિચ્છનીય બનાવ બનતા રોકવામાં મદદ રૂપ બની શકે છે. આ ઉપરાંત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઝડપી કામગીરી થશે. ૧૬ કરોડના ખર્ચે હાઇડ્રોલિક સીસ્ટમ બનાવવામાં આવી છે. આમ અમદાવાદ ફાયરબ્રિગેડ નવીનીકરણ કરી રહ્યું છે..અનેક આધુનિક સાધનો વસાવાય રહ્યા છે.પરંતુ ઘર સમયે આ આધુનિક ટેક્નોલોજી કામ આવે તે જરૂરી હોય છે.

READ ALSO

Related posts

અમદાવાદના બાપુનગર પીઆઇ અને પીએસઆઇ વિરુદ્ધ કમિશનરને કરાઈ ફરિયાદ, યુવકને વગર કારણે માર્યાનો આરોપ

Nilesh Jethva

ઘાતક વાયરસથી વધુ 326 લોકો થયા સંક્રમિત, નવનાં નિપજ્યાં કરૂણ મોત: અમદાવાદ શહેરની પરિસ્થિતિ વકરી

pratik shah

ખેલજગત માટે આવ્યા દુ:ખદ સમાચાર/ આર્જેન્ટિનાને વિશ્વ ચેમ્પિયન બનાવનાર મહાન ફૂટબોલરનું થયું નિધન, આ બિમારીથી હતા પીડિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!