GSTV
Home » News » અમદાવાદમાં ISROના સ્ટોર રૂમમાં લાગી આગ, 5 ફાયર ફાયટરો પહોંચ્યા

અમદાવાદમાં ISROના સ્ટોર રૂમમાં લાગી આગ, 5 ફાયર ફાયટરો પહોંચ્યા

અમદાવાદના સેટેલાઈટ ખાતે આવેલા ઈસરોના જૂના સ્ટોર રૂમમાં આગ લાગી છે. ઈસરોના સ્ટોર રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. જોકે હાલ પાંચથી વધુ ફાયર ફાઈટરો ઈસરો પહોંચ્યા છે અને આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે.પોલીસની ટીમ પણ ઈસરો પહોંચી છે. જુના પૂંઠા તથા અન્ય કાગળોમાં આગ લાગી હોવાનું મનાય છે.

ઇસરોના સ્ટોરરૂમમાં આગ લાગી

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)માં આગ લાગી હોવાની માહિતી મળી છે. શુક્રવારે એટલે કે આજે બપોરે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ અંગેની માહિતી ફાયરબ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે છ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઇસરોના સ્ટોરરૂમમાં આગ લાગી છે.

આગના કારણે ભારે નુકસાન થયાનો અંદાજ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇસરોમાં આવેલા પ્રદર્શન વિભાગમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરતા એક પછી એક ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથધરી છે. આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, આગના કારણએ ભારે નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવે છે. આગ કયા કારણથી લાગે એ તપાસ બાદ જ જાણવા મળશે એવું અધિકારીઓનું કહેવું છે. ફાયર સૂત્રોના જણાવ્યાનુસાર આગ પર કાબૂ મેળવવામાં થોડોક સમય લાગી શકે છે.

Related posts

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!