GSTV
Gujarat Government Advertisement

રિક્ષાચાલકોને આર્થિક સહાય આપવા હાઇકોર્ટમાં થઇ અરજી, રાજ્ય સરકારને ખુલાસો કરવા હુકમ

Last Updated on January 11, 2021 by Pritesh Mehta

અમદાવાદમાં રીક્ષાચાલકોને નાણાકીય સહાય આપવા અંગે હાઇકોર્ટના નિર્દેશનું પાલન ન થતાં કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સરકાર સામે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી દાખલ કરાઇ છે. અરજીમાં સપ્ટેમ્બર મહિનામાં કરાયેલા હુકમની હજુ સુધી અમલવારી ન કરાઇ હોવાનું જણાવ્યું છે. જે અંતર્ગત કોર્ટે રાજ્ય સરકારને બે અઠવાડિયામાં ખુલાસો કરવા કોર્ટનો હુકમ કર્યો છે.

હાઇકોર્ટ

મહત્વનું છે કે આ પહેલા હાઇકોર્ટે રીક્ષાચાલકોને યોગ્ય મદદ મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી પગલાં લે તેવો નિર્દેશ કર્યો હતો. લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પર પડેલી વિપરીત અસરોના કારણે સરકાર આર્થિક સહાય કરે તેવી રીક્ષા યુનિયનોએ માંગ કરી હતી. જે બાદ કોર્ટે આત્મનિર્ભર યોજના હેઠળ તેમને લાભ મળે અને વહીવટી પ્રક્રિયા સરળ બને તે દિશામાં સરકારને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dhruv Brahmbhatt

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!