અમદાવાદના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.

આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલાં તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા.
ત્યારથી તેની સાથે રહેતી હતી. બુધવારે રાતના સમયે હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જોકે આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી મહેશ ઠાકોરે આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલતાં વટવા પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિની અટકાયત કરી છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Also
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી
- જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો