GSTV

શાંતિપૂર્ણ મતગણતરી માટે જડબેસલાક તૈયારીઓ, 197 CCTV અને 600 જવાનો વચ્ચે ઈવીએમ સુરક્ષિત

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઈ છે. ત્યારે શહેરની ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને મુકવામાં આવ્યા છે.  ઈવીએમ માટે શહેરમાં બે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે, સ્ટ્રોંગ રૂમ બહાર પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેની મતગણતરી કરવામાં આવશે. અમદાવાદ શહેરના એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે અલગ અલગ વોર્ડની મતગણતરી થશે. જોકે, મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.

આ ઉપરાંત ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સીસીટીવી કેમેરાથી પણ સ્ટ્રોંગ રૂમ હોય કે પછી મતગણતરી કેન્દ્ર બહારની જગ્યાઓ તમામ જગ્યાએ સીસીટીવી બાજનજર રાખવામાં આવશે. જેના માટે એલ ડી એન્જીનિયરીંગ કોલેજ ખાતે 107 સીસીટીવી અને ગુજરાત કોલેજ ખાતે 90 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને એક મોનીટરીંગ રૂમ પણ બનાવવામાં આવ્યું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 600 જેટલા પોલીસ જવાનો અને એસઆરપીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

ઈવીએમ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ

Mansi Patel

જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

pratik shah

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!