GSTV

ગયા વર્ષે જે માર્કેટમાં નવરાત્રિ પર પગ મુકવાની જગ્યા નહોતી મળતી ત્યા આ વર્ષે ઉડી રહ્યા છે કાગડા

કોરોના કાળમાં અમદાવાદમાં દુકાનોને છુટછાટ તો આપવામાં આવી છે. પરંતુ દિવાળી અને નવરાત્રિ પહેલા રોશનીથી ઝગમગતા ઇલેક્ટ્રોનિક માર્કેટની રોશની ગાયબ છે. અનલૉક થયા બાદ જનજીવન સામાન્ય થયું પરંતુ આ માર્કેટમાં મંદી યથવાત છે. અને વેપારીઓ ગ્રાહકોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં રિલિફ રોડ ઉપર આવેલું ઇલેક્ટ્રોનિક માર્કેટ હંમેશાથી ગ્રાહકોથી ભરેલું રહેતું હતું. પરંતુ કોરોના મહામારી આવ્યા બાદ સમગ્ર દેશમાં લોક ડાઉન લગાવી દેવામા આવ્યું જેથી. જેથી મંદીનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. અનલૉક થયા બાદ દુકાનોને છુટ છાટ આપવામાં આવી જેથી વેપારીઓને એક આશા હતી આગળ આવતા તહેવારોમાં ખરીદીથી તેમની રોજી રોટી નીકળતી થશે. પરંતુ વેપારીઓની આ આશા ઉપર પણ પાણી ફરી વળ્યુ છે. કેમકે ગરબા ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ નવરાત્રિનો રાજ્યકક્ષાનો પ્રોગ્રામ રદ કરવાની જાહેરાત કરતાં હવે નવરાત્રિના મોટા આયોજનોની મંજૂરી નહીં મળે તેવા સંકેતો મળી ગયા છે. તેવામાં નવરાત્રીમાં થતો લાઇટિંગ અને ડેકોરેશનનો બિઝનેસ પડી ભાંગ્યો છે. જેથી વેપારીઓ પાયમાલ બન્યા છે. અત્યાર સુધી એવું હતું કે, નવરાત્રી આવે એટલે અહીંના વેપારીઓ ખુશ ખુશાલ જોવા મળતા હતા. પરંતુ આ વર્ષે તહેવારોની હેલી પણ માર્કેટમાં મંદી હોવાથી ફિક્કી પડી છે અને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. રિલીફ રોડ ઉપર અંદાજે ૫૦૦ કરતા વધારે ઇલેક્ટ્રિકની દુકાનો આવેલી છે. જેમાંથી મંદીના કારણે 25 ટકા દુકાનો બંધ હાલતમાં છે. નવરાત્રી પહેલા 20 થી 25 ટકા જ ખરીદી થઇ રહી છે. આ વર્ષે ઇલેકટ્રોનીક માર્કેટમાં અંદાજિત 100 કરોડનું નુકશાન થવાના એધાંણ છે

READ ALSO

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!