અમદાવાદઃ બોર્ડ પરીક્ષાના 3 મહિના અગાઉ શિક્ષણ વિભાગને કરવું છે આ કામ

બોર્ડની પરીક્ષા આડે હવે ૩ માસ જેટલો સમય બાકી રહ્યો છે. તેવામાં જિલ્લા શિક્ષણ વિભાગે નબળું પરિણામ ધરાવતી શાળાના પરિણામ સુધારવા માટે કામગીરી શરૂ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તગત બોર્ડની પરીક્ષામાં ઓછું પરિણામ ધરાવતી શાળાના આચાર્યો સાથે બેઠક યોજી હતી.

અમદાવાદ શહેરની ૩૨ જેટલી શાળાના આચાર્યો આ બેઠકમાં હાજર રહ્યા. જેમાં આચાર્યો સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓએ પરિણામ સુધારવા અત્યાર સુધી લેવાયેલ પગલાં અંગે સમીક્ષા કરી. સાથે જ આચાર્યો પોતે પરિણામ સુધારવા તૈયાર કરેલ સાહિત્ય અંગે ચર્ચા કરાઇ. શિક્ષણ વિભાગે શાળાના આચાર્યોને નબળા વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન રાખી બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા સૂચના આપવામાં આવી. જિલ્લા શિક્ષણ વિભાગે એવો પણ દાવો કર્યો કે ગત વર્ષે આચાર્યો સાથે સંકલન કરી ૧૭ જેટલી શાળાના પરિણામ સુધાર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter