GSTV
Gujarat Government Advertisement

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દેશમાં સૌ પ્રથમ વાર AMC દ્વારા શરૂ કરાઇ અનોખી પહેલ

Last Updated on April 13, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં ધરખમ રીતે સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે એવામાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ઘનિષ્ઠ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. શહેરના તમામે તમામ સાતેય ઝોનમાં વિવિધ સ્થળોએ કોરોનાના રેપિડ ટેસ્ટ ચાલી રહ્યાં છે.

શહેરમાં RT PCR ટેસ્ટ કરાવવામાં લેબોરેટરીમાં પણ લાંબી લાઈન હોય છે. જેમાં કેટલાંક એવાં દર્દીઓ પણ હોય છે કે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી પહેલ કરી કોરોનાના ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ માટે નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તારીખ 14 એપ્રિલના બુધવારના રોજ સવારના 8 કલાકથી કોરોનાના ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ માટે નવીન પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા અંતર્ગત AMC દ્વારા GMDC મેદાન ખાતેની જગ્યા ફાળવવામાં આવશે. તદુપરાંત ડ્રાઇવ થ્રુ RT PCR અંગેની સમગ્ર વ્વવસ્થાનું સંચાલન ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા કરવામાં આવશે. આ સુવિધા સુફલામ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવેલ છે.

હવે ડ્રાઇવરોએ RT PCR ટેસ્ટ માટે ગાડીમાંથી નીચે નહીં ઉતરવું પડે

‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ પરીક્ષણ માટે મુસાફરો અને ડ્રાઇવર તેમના વ્હીકલમાંથી બહાર નીકળ્યાં વિના જ RT PCR ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થઇ શકે છે.

GMDC ગ્રાઉન્ડ ખાતે ડોમ ઊભા કરી 5 કલેક્શન સેન્ટર બનાવવામાં આવશે. ટેસ્ટ કરાવનાર વ્યક્તિ એ અગાઉથી અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી નથી. ટેસ્ટ કર્યા બાદ 24 થી 36 કલાક પછી વોટ્સએપ, એસ.એમ.એસ અથવા ઈ-મેલ દ્વારા સરળતાથી મેળવી શકાશે.

ડ્રાઇવ થ્રુ ટેસ્ટનો લાભ લેવા પ્રાઇવેટ કેબ દ્વારા પણ આવી શકાશે

ડ્રાઇવ થ્રુ એન્ટ્રી કરતા સમયે પોતાના મોબાઈલથી QR કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. નોંધણી થઈ જાય એટલે ટોકન નંબર જનરેટ થશે. જે ટોકન નંબર કલેક્શન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે. આ કલેક્શન સેન્ટર સવારના 8 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. ડ્રાઇવ થ્રુ ટેસ્ટનો લાભ લેવા માટે પ્રાઇવેટ કેબ દ્વારા પણ આવી શકાશે. આ ટેસ્ટના પરીક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કર્યા મુજબ ટેસ્ટિંગનો ખર્ચ 800 રૂપિયા રહેશે. નોંધનીય છે કે, દેશભરમાં સૌ પ્રથમ વાર કોરોના સામે લડવા AMC દ્વારા ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટિંગની સુવિધા શહેરીજનો માટે શરૂ કરવામાં આવી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!