GSTV
Home » News » શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાના મત વિસ્તારના ગામના લોકોની આવી છે હાલત

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાના મત વિસ્તારના ગામના લોકોની આવી છે હાલત

અમદાવાદના ધોળકાના અરણેજ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. ગામમા છેલ્લા ૬ મહીનાથી પીવાનું પાણી આવ્યું નથી. ગ્રામજનો અંદાજે ૪૦૦ રૂપિયા આપી પાણીનુ ટેન્કર મંગાવવા મજબુર બન્યા છે. બીજી તરફ મહિલાઓ અને દીકરીઓએ પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવી પડે છે. પીવાનુ પાણી તેમજ કપડા ધોવાના પાણી માટે દૂર કેનાલ સુધી જવું પડે છે. મહીલાઓને આખો દિવસ ઘરકામ કરવાના બદલે પાણી ભરવામાંજ વિતી જાય છે.

ધોળકા તાલુકાનું અરણેજ ગામ હાલના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાના મત વિસ્તારનુ છે. જો આ ગામ જ જો પાણી માટે વલખા મારી રહ્યું હોય તો અન્ય ગામની શીવલા થતી હશે એતો ચિંતન કરવાનો પ્રશ્ન છે. ગ્રામ પંચાયતાના સંરપંચ સહીતના લોકોએ અનેકવાર ધંધુકા પાણી પૂરવઠામાં રજૂઆત કરી છે.

છતા પાણી માટે કોઇ નિયમીત વ્યવસ્થા કરવામાં આવી નથી. અહીં બુટભવાની માતાનું મંદીર આવેલું હોવાથી વર્ષ દરમિયાન લાખો યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. તેમ છતા સરકારે પાણી માટે કોઇ યોગ્ય વિકલ્પ ઊભો કર્યો નથી તે હકીકત છે.

Read Also 

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!