અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ ૧૪ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના લીધે ધોળકામાં વધુ બે દર્દીના મોત થયા હતા. સાણંદમાં ૫, દસક્રોઇ, ધોળકામાં ૩-૩, બાવળા, દેત્રોજ અને વિરમગામમાં ૧-૧ કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૭૭૩ થઇ ગઇ છે. જેમાંથી અત્યાર સુધીમાં ૫૪ લોકોના મોત નિપજી ચૂક્યા છે.
દસક્રોઇમાં કણભા, બાકરોલ અને ઘોડાસર ગામેથી કોરોના પોઝિટિવના કેસ મળી આવ્યા હતા. સાણંદમાં શેલા ખાતે પુનમ પ્રાઇડ બંગલોઝ, ગોધાવીમાં વેદાંત હોમ, મોડાસરમાં પટેલ વાસ અને સાણંદ ગામે ભાનુરથ સોસાયટીમાં મળીને કુલ ૫ કેસ નવા શુક્રવારે નોંધાયા હતા.વિરમગામમાં અલીગઢ ,ઇસ્લામપુર મસ્જિદ પાસે, દેત્રોજમાં કોઇન્તિયા, ધોળકામાં કમુવાડ અને ઝાંડિયાકુવાર તેમજ બાવળામાં માતિયાવાસમાંથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા.

ધોળકામાં વકર્યો કોરોના
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ધોળકામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ ૨૩૦ કેસ નોંધાયા છે. જે જિલ્લામાં સૌથી વધુ કેસ છે. ધોળકામાં ૨૦થી પણ વધુ લોકોના મોત કોરોનામાં થઇ ગયા છે. બીજા નંબર પર દસક્રોઇ તાલુકો વધુ સંક્રમીત બની ગયો છે. જ્યાં કુલ કેસની સંખ્યા ૧૭૧ થઇ જવા પામી છે.
સાણંદમાં ૧૫૧, બાવળામાં ૭૭, દેત્રોજમાં ૧૬, ધંધૂકામાં ૨૫, ધોલેરામાં ૯, માંડલમાં ૧૬ અને વિરમગામમાં અત્યાર સુધીમાં કુલ ૭૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદ શહેરને અડીને આવેલા ગામો અને તાલુકાઓમાં વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જ્યારે દુરના ગામો કે તાલુકાઓમાં સંક્રમણને રોકી શકાયું છે.
જિલ્લામાં કુલ ૭૭૩ કેસમાંથી ૬૦૭ કેસમાં દર્દીઓ સાજા થઇ ગયા છે. તે જોતા જિલ્લામાં રિકવરી રેટ ૭૮ ટકા હોવાનું જણાય છે. જે એક જોતા સારી બાબત છે. હાલમાં ૯૯ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે ૧,૦૮૭ લોકોને હોમ કર્વારન્ટાઇમાં રખાયા છે.
Read Also
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ