GSTV

અમદાવાદના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના એલર્ટને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

Last Updated on November 6, 2019 by Mansi Patel

અમદાવાદના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વાવાઝોડાના એલર્ટને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ તમામ અધિકારીઓની બેઠક બોલાવી.

આ બેઠકમાં મામલતદાર,  હેલ્થ અધિકારી, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. મહેશ બાબુએ જણાવ્યુ કે, અમદાવાદ જિલ્લા માટે હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદની શક્યતા પણ વધારે છે. જેથી એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરટીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધોલેરાના ૧૮ ગામડાઓમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. જેથી રવિવાર સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીંઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!