GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 150ને પાર: બોપલ, મોરૈયા અને કુજાડ ગામેથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા

કોરોના

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૫૦ સુધી પહોંચી ગયો છે. શુક્રવારે બોપલમાં રાધેકિષ્ણા રો હાઉસમાં એક ૫૬ વર્ષીય પુરૂષ, દસક્રોઇ તાલુકાના કુજાડ ગામે એક ૫૮ વર્ષીય પુરૂષ અને સાણંદ તાલુકાના મોરૈયા ગામે મધુવન રેસિડેન્સીમાં ૩૨ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.

જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામદારોનું સ્ક્રીનિંગ હાથ ધરાયું છે. જેમાં સાણંદ, માંડલ, બાવળા, વિરમગામ, દેત્રોજમાં કામગીરી આરંભી દેવાઇ છે. શુક્રવારે ૮૦૨ કામદારોનું સ્ક્રીનિંગ કરાયું હતું. અત્યાર સુધીમાં ૧૭,૫૩૫ કારીગરોના થર્મલ સ્ક્રીનિંગની કામગીરી પૂરી થઇ છે.

કોરોના

ઔદ્યોગિક એકમોમાં દરરોજ સેનેટાઇઝેશન, કામદારોનું સ્ક્રીનિંગ, માસ્ક વગેરે ફરજિયાત કરાયું છે. નોંધપાત્ર છેકે જિલ્લામાં ૧૫૦ માંથી ૧૧૯ દર્દીઓ કોરોના સામેની જંગ જીતીને ઘરે પરત ફરી ચૂક્યા છે. હાલમાં ૧૮ દર્દીઓ સારવારમાં છે. જિલ્લામાં કુલ ૯ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. ૧,૫૪૦ લોકો ‘હોમ કર્વારન્ટાઇન’ માં છે.

જિલ્લા પંચાયત દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને શરદી, ખાંસી તાવ જેવા રોગોમાં ઘરે બેઠા સારવાર લેવા માટે એક મેસજ કરવાની અપીલ કરી હતી. જેમાં અત્યાર સુધીમાં ૧૦૧ લોકોએ મેસેજ કરીને ફોર્મ ભર્યું છે. જેમાંથી ૯૯ લોકોને સારવાર મળી ચૂકી છે.

નોંધપાત્ર છેકે આ સેવા ફક્ત ગ્રામ્ય વિસ્તાર પુરતી સિમિત છે. તેમ છતાંય ૪૭ ટકા જેટલા મેસેજ મ્યુનિ.હદ વિસ્તારમાંથી આવી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાંથી મેસેજ ન કરવા ડીડીઓ દ્વારા અપીલ કરાઇ છે.

લોકડાઉનના સમયગાળા દરમિયાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા કુલ ૬૬૯ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં ૫૦ પક્ષીઓ હતા. જિલ્લામાં શાકભાજી કરિયાણું વેચવા માટે ૬,૩૯૫ લોકોને અત્યાર સુધીમાં હેલ્થકાર્ડ ઇશ્યુ કરાયા છે.

Read Also

Related posts

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!