વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ અને બહુચરાજી કોંગ્રેસના નેતાઓ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. દિનેશ શર્મા તેમના કાર્યકરો સાથે ભાટ નજીક નારાયણી ફાર્મથી રેલી સ્વરૂપે ગાડીઓ અને બાઇકના કાફલા સાથે કમલમ પહોંચ્યા. દિનેશ શર્માએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું..

જે બાદ તેમણે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી… કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં પહેલાં દિનેશ શર્માએ જણાવ્યું હતું કે હું છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી.

હું અનેકવાર પક્ષને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવ્યો છું… છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગે આગળ વધી રહ્યો છું.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં