GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મોટો નિર્ણય /  અમદાવાદ DEOએ કર્યો પરિપત્ર, સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશ અપાશે

રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે. કોઈ કારણોસર બાળકો સ્કૂલ છોડી દેતા હોય છે જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. ત્યારે સ્કૂલ છોડી ગયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પાછા લાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે. જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને પરત સ્કુલમાં લાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ડીઇઓએ તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર કર્યો છે. 

ઓપન સ્કૂલના માધ્યમથી પરિક્ષા અપાવવામાં આવશે
જે વિદ્યાર્થીઓની ઉમંર 15થી 18 વર્ષની છે અને કોઇ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને શોધવાની કામગીરી સોંપવામા આવી છે. એક સપ્તાહમાં આચાર્યએ પોતાના વિસ્તારમાં સર્વે કરીને આવા બાળકોને શોધવાના છે. આ વિદ્યાર્થીઓનું પ્રથમ તો કાઉન્સિલિંગ કરવામા આવશે અને જે વિદ્યાર્થીઓ સ્કુલમાં જવા માટે એલીજીબલ હશે તેવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓની ઉંમર વધુ હશે તેવા વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલના માધ્યમથી પરિક્ષા અપાવવામાં આવશે.

300 જેટલા પ્રવાસી શિક્ષકો કામ કરી રહ્યા છે
જે શાળાઓમાં કામયી શિક્ષકો નથી તેવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવવું પડી રહ્યું છે. ત્યારે જુજ મહેનતાણામાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પણ સરકાર દ્વારા મહેનતાણું ચુકવાવમાં મોડુ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 300 જેટલા પ્રવાસી શિક્ષકો કામ કરી રહ્યા છે. ત્યારે તેઓને સાત મહિના બાદ મહેનતાણું ચુકવવામાં આવશે. માધ્યમિક વિભાગના પ્રવાસીઓને ગ્રાન્ટ મળી જવાથી તેમને મહેનતાણું ચુકવી દેવામા આવ્યું છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટ 3 ફેબ્રુઆરીના રોજ મળતા આગામી એક સપ્તાહમાં મહેનતાણું ચુકવી દેવામા આવશે.

READ ALSO

Related posts

ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો

pratikshah

Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો

Padma Patel

બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી

pratikshah
GSTV