GSTV

અમદાવાદમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા નાગરિકો પાણી જોઈ હતભ્રત થઈ ગયા

Last Updated on August 11, 2019 by Arohi

રાજ્યમાં દશામાના વ્રતની ઉજવણી પૂર્ણ થઈ છે. અમદાવાદમાં પણ હજારો શ્રદ્ધાળુઓએ 10 દિવસના ઉપવાસ બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યુ છે. જોકે સાબરમતી નદી ખાતે આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો સર્જાયા હતા. નદી કિનારના વિસ્તારમાં ગંદકી જોવા મળે છે. જેથી મનપાની સફાઈની કામગીરીની પણ પોલ ખુલી છે.

દર વર્ષે દશામાંની પ્રતિમા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે અને નદી પ્રદૂષિત બને છે. ભૂતકાળના અનુભવ છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કુંડ બનાવવાની વ્યવસ્થા પણ તંત્રએ કરી નથી. જેને પગલે મૂર્તિઓની હાલત જોઈ ફરી તમને મૂર્તિ પૂજા કરવાનું મન નહીં થાય.

દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસમાં દિવસે સાંઢણીને નદીમાં પધરાવવામાં આવે છે. જોકે, કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા  મુર્તિઓનો કોઈ રણીધણી હોતુ નથી. જેથી લોકોની આસ્થાને ઠેસ પહોંચે  છે.

Read Also

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

અનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!