GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ / સોશિયલ મીડિયા પર કોઈની સાથે મિત્રતા કરતા પહેલા સો વખત વિચારજો! યુવતીનો અશ્લીલ વીડિયો મંગાવી એન્જીનિયર વિદ્યાર્થીએ કર્યું બ્લેકમેલ

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને મિત્રતા કેળવતા પહેલા ચેતી જજો. અમદાવાદની એક યુવતી સોશિયલ મીડિયામાં બ્લેકમેઇલિંગનો ભોગ બની. સાયબર ક્રાઇમે બ્લેકમેઇલ કરતા યુવકની ધરપકડ કરીને કાર્યવાહી કરી.

સોશિયલ મીડિયા

મળતી માહિતી મુજબ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ શખ્સનું નામ જય મેવાડા છે. જેને એક યુવતીને એટલી હદે બ્લેકમેઇલ કરી કે યુવતી માનસિક આઘાતથી પીડાય છે. નારણપુરામાં રહેતી યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં જય મેવાડા નામના યુવકના સંપર્કમાં આવી હતી. જય મેવાડાએ યુવતીને વિશ્વાસમાં લઈને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવતીના અશ્લીલ વીડિયો મેળવી લીધા. ત્યાર બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

યુવતીના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અન્ય યુવતીના અશ્લીલ વીડિયો માંગવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી જય મેવાડા ઉંઝાનો રહેવાસી છે અને યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર એન્જીનીયરનો અભ્યાસ કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર 6 જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed

આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા

Bansari Gohel
GSTV