GSTV
Gujarat Government Advertisement

કાર્ડ સ્વાઇપ કરાવતા પહેલા સાવધાન, શું આપનું કાર્ડ ક્લોન તો નથી થઇ ગયું ને ?

Last Updated on October 22, 2020 by

અમદાવાદ સાયબર સેલે ક્લોન એટીએમ અને ક્રેડિટ કાર્ડ બનાવી લાખોની ઠગાઈ કરતા 3 આરોપીની ધરપકડ કરી છે…તેઓ પાસેથી નકલી પીઓએસ પણ કબજે કર્યુ છે.

  • કાર્ડ સ્વાઇપ કરાવતા પહેલા સાવધાન ?
  • શું આપનું કાર્ડ ક્લોન તો નથી થઇ ગયું ને ?

સામાન્ય રીતે લોકોને એવું હોય કે મોંઘી હોટેલ શોરૂમમાં કાર્ડ સ્વાઇપ કરાવવામાં કોઇ ખતરો નથી હોતો પણ આ તમામરો વહેમ છે કેમકેસાયબર સેલ પોલીસે એક કસ્ટમરની ફરિયાદ બાદ હોટલ ફોર પોઇન્ટ સેરાટોનના હોટેલ મેનેજર દિગ્વિજયસિંહની ધરપકડ કરી. સીસીટીવીમાં જોવા મળ્યુ હતું કે મેનેજર નકલી પીઓએસથી ગ્રાહકના કાર્ડ સ્વેપ કરીને વિગતો મેળવી લેતો. આરોપી દિગ્વિજયે કબૂલાત કરી કે તે દિલ્હી ખાતે રહેતા યુવરાજ પાસેથી ક્લોન મશીન લાવ્યો હતો.


જેથી સાયબર સેલે યુવરાજની પણ ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ક્લોન મશીનમાંથી ડેટા મેળવી ક્લોન કાર્ડ બનાવી તે સુરતના અતુલ ઘેલાણીને આપતો હતો. અતુલ એ કાર્ડ પૈસા અલગ અલગ એટીએમમાંથી ઉપાડી યુવરાજને પહોંચાડતો હતો જેથી પોલીસે તેની પણ અટકાયત કરી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે આ રીતે તેઓએ અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. તો આરોપીઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!