GSTV

અમદાવાદમાં અઢી મહિના બાદ કર્ફ્યૂ: ST બસના પૈડા થંભી ગયા, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ

st

દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થતા પરિસ્થિતિ અત્યંત ભયજનક રહી છે. શહેરમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. નોંધનીય છે કે 57 કલાકના કરફ્યુ દરમિયાન અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. શુક્રવાર તથી એસટી સેવા અમદાવાદથી સંપૂર્ણ બંધ રહેશે.

રેલવે અને વિમાની સેવા માટે લેવાયો આ નિર્ણય

ટ્રેનો

અન્ય જિલ્લાઓથી એસટી સેવા અમદાવાદ નહિ આવે. જો કે રેલવે દ્વારા તમામ ટ્રેનો ટાઇમ ટેબલ અનુસાર દોડાવશે. ટ્રેનના અવર-જવરમાં કોઈ ફેરફાર નથી કરાયો. પરંતુ મુસાફરો સ્ટેશને પહોંચ્યા બાદ ઘરે પહોંચવાની મુશ્કેલીમાં મુકાશે. વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે.

અઢી મહિના બાદ અમદાવાદમાં કર્ફ્યૂ લદાયો

st

અમદાવાદમાં ફરી અઢી મહિના પછી કરફયૂ લદાશે. શુક્રવારની રાત્રે 9 વાગ્યાથી જનતા કરફયૂની અમલવારી કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાની સતત વકરી રહેલી સ્થિતીને જોતા આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફયૂ લાગૂ રહેશે. જો કે આ નિર્ણય હાલમાં માત્ર અમદાવાદ શહેર પૂરતો જ લાગૂ કરાયો છે.ઉલ્લેખનીય છે કે કર્ફ્યુ વચ્ચે રાતના સમયે દવાની દુકાન અને દુધના પાર્લર ખુલ્લા રહેશે.

Read Also

Related posts

આંકડાની ગોલમાલ! ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કરતાં પણ એક્ટિવ કેસ ઓછા, અમદાવાદમાં નવા 332 કેસ અને 10ના કરૂણ મોત

pratik shah

થઈ જાવ સાવધ! અમદાવાદના આ વિસ્તારની પરિસ્થિતિ વણસી, વધુ 18 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં: 16 સ્થળતો નદીપારના

pratik shah

કેસો વધતા તંત્ર થયું દોડતું/ ચાર હોટલ અને બે હોસ્પિટલમાં 152 બેડ વધારાયા: ઘાતક વાયરસના પંજામાં અમદાવાદીઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!