GSTV

રાતદિવસ ધબકતું રહેતું શહેર કર્ફ્યૂમાં થંભી ગયું: સૂમસાન રસ્તાઓ-વેરાન શેરીઓ, આ તસવીરોમાં જુઓ ક્યારેય નહીં જોયુ હોય એવુ અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ શહેર માં લોકડાઉન બાદ વધુ એક વખત સડક સૂમસાન જોવા મળી. સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના કેસના કારણે કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં પ૭ કલાકના કરફ્યૂની પહેલી રાત બાદ સવારે પણ શહેરભરમાં કરફ્યુની અસર જોવા મળી છે. લોકોએ પણ કરફ્યૂને પ્રતિસાદ આપતા મોટા ભાગના વિસ્તારમાં સજ્જડ અસર જોવા મળી રહી છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે, ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસાન ભાસી રહ્યું છે.

ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા ઉમટ્યા હતા, તે જગ્યાઓ આજે સૂમસાન બની છે.

રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી.

લોકો માત્ર દુધ કે દવા જેવી જરૂરી વસ્તુ લેવા જ બહાર નીકળતા નજરે પડ્યા. તો વહેલી સવારથી પોલીસ પણ નજરે પડી રહી હતી.

તસવીરો જોઇને લાગશે કે આવુ અમદાવાદ ક્યારેય નથી જોયુ અને કદાચ મોટાભાગના શહેરીજનો આવુ અમદાવાદ ભવિષ્યમાં જોવા પણ નહીં ઇચ્છે.

કરફ્યૂને પગલે કાલુપુર વિસ્તાર સૂમસાન બન્યો છે. કરફ્યૂના એલાનને પગલે કાલે શહેરીજનો મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે આ જમાલપુર બ્રિજ પણ સૂમસાન બન્યો છે. રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે.

વહેલી સવારે ફરફ્યુના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા છે.તો આજે કરફ્યૂ લાગી ગયા બાદ અમદાવાદનું કાલુપુર કાપડબજાર સંપૂર્ણ બંધ છે.

કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને ચેક કરી પૂછપરછ કરી અંદર આવવા દેવામાં આવી રહી છે.

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ થાય તે માટે દસ હજાર જેટલો પોલીસ કર્મીઓનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન કેટલીક આવશ્યક સેવાઓને લઇને છુટછાટ પણ આપવામાં આવી છે.

આ સેવાઓ માટે કામ કરતા કર્મચારીઓ, વાહનોને કરફ્યુમાં છુટ આપવામાં આવી છે.

વાહન ચાલકોથી ભરપૂર રહતા આ વિસ્તારો કર્ફ્યૂના કારણે સૂમસામ જોવા મળ્યા.

કોરોનાના કારણે લોકોએ પણ ઘરની બહાર નિકળવાનું ટાળ્યુ હતુ. તો પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી પૂછપરછ કરવામાં આવી હતી.

અમદાવાદ

ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે.

Read Also

Related posts

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો/ છેલ્લા 10 દિવસમાં 13782 કેસ અને 123ના મૃત્યુ

pratik shah

અભિનેત્રી દિવ્યા ભટનાગરની તબિયત લથડી, કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ: હાલ વેન્ટિલેટર પર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!