GSTV
Home » News » બેટી બચાવો, બેટી પઢાવો ધૂપ્પલ નીકળ્યું : કારમાં સ્ટીકર લગાવીને ફરનારા પસ્તાયા

બેટી બચાવો, બેટી પઢાવો ધૂપ્પલ નીકળ્યું : કારમાં સ્ટીકર લગાવીને ફરનારા પસ્તાયા

ગુજરાત સરકારની બેટી બચાવો બેટી પઢાવો યોજનાના નામે કરોડોનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદની પટેલ એન્ટર પ્રાઇઝ નામની સંસ્થા ખોલીને રમેશ પટેલે ૩૦૦૦ લોકો સાથે કરોડો રૃપિયાની છેતરપીડી કરી છે. જેમાં ગ્રાહકોને ૧૦ ટકા ડાઉન પેમેન્ટ ભરવાથી કાર આપીને બાકીના હપ્તા પોતે ભરશે તેવી લાલચ આપવામાં આવતી હતી અને પાંચ વર્ષ સુધી કાર પર સ્ટીકર લગાડીને ફેરવાની પણ જાહેરાત કરાઇ હતી. જેમાં મધ્યમવર્ગ લોનમાં પણ વ્યાજની ટકાવારીની ગણતરી કરતો હોય તેવા ઘણા લોકો અા કૌભાંડમાં છેતરાયા છે. છેલ્લાં અેક વર્ષથી કારની પાછળ સ્ટીકર લગાવીને ફરતા લોકોને અમે ઠગાયા હોવાનો અહેસાસ થતાં સ્ટીકર કાઢી રહ્યાં છે. લોકો તેમને હવે મૂર્ખ કહી રહ્યાં છે. લોભિયાં હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે અે કહેવત

ગુજરાત સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ મહિલા અને બાળ કલ્યાણ વિકાસ દ્વારા ચાલતી બેટી બચાવો અને બેટી પઢાવો યોજનાના બહાને લોકો પાસેથી રૃપિયા પડાવીને ઠગાઇ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે રમેશ મણીલાલ પટેલની કઠવાડા જીઆઇડીસી ચાર રસ્તા પાસે આદેશ્વર ગોલ્ડ કોમ્પલેક્ષમાં પટેલ એન્ટર પ્રાઇઝ કંપની રેઇડ કરી હતી. અને ગુનાને લગતા દસ્તાવેજ કબજે કર્યા હતા.

આ સ્કીમ હેઠળ ૩૦૦૦ જેટલા ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત પોલીસ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. પોલીસ તપાસમાં સરકાર દ્વારા કોઇપણ ખાનગી સંસ્થાને બેટી બચાવો બેટી પઢાવોની જાહેરાતનું કામ સોપવામાં આવેલ ન હતું કોઇપણ સંસ્થા સાથે એમઓયુ થયેલું નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

Mansi Patel

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

Tata motors ભારતમાં બંધ કરી શકે છે આ 4 કારોનું પ્રોડક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!