અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડાયું છે. દેશનું યુવાધન બરબાદી તરફ ઢળી રહ્યુ છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા બેફામ બનીને ડ્રગ્સ વેચી રહ્યા છે. તેવામાં આજે ફરી અમદાવાદમાથી પોલીસે મેફેડ્રોનો મોટો જથ્થો પકડ્યો છે. જેમા 51 ગ્રામ 280 મિલીગ્રામનો જથ્થો કિંમત રુપિયા 5 લાખ 12 હજાર આઠસોની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની એસ.ઓ. જી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. અને આ સાથે બીજી અન્ય વસ્તુ મળી કુલ મળીને રુપિયા 5લાખ 87 હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

51 ગ્રામ 280 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
ગત તા. 20 માર્ચના રોજ એસ.ઓ.જી ક્રાઈમ બાન્ચની ટીમને મળેલ બાતમી આધારે શહેરના વિનોબાભાવે નગર પાસે વોચ ગોઠવી હતી. જેમાં રીંગ રોડ પર ધર્મ રેસીડેન્સી પાસેથી અજય શિવપ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે તેની તપાસ કરતાં તેની પાસેથી મેફેડ્રોન (MD Drugs)ડ્ર્ગ્સનો 51 ગ્રામ 280 મિલીગ્રામનો જથ્થો કિંમત રુપિયા 5 લાખ 12 હજાર આઠસોની કિંમત તેમજ અન્ય બીજી વસ્તુ મળીને 5 લાખ 87 હજાર આઠસોનો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીનો ગુનાહિત રેકોર્ડ ચેક કરતા મહારાષ્ટ્રના અન્ય 12 ગુના નોધાયેલ હતા
પોલીસે આરોપીનો ગુનાહિત રેકોર્ડ ચેક કરતા મહારાષ્ટ્રના વસઈ પોલીસ સ્ટેશનના બીજા અન્ય 12 ગુના નોધાયેલા હતા. જેમા લૂંટ, મોબાઈલ ચોરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે. જેથી પોલીસે વધુ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં