GSTV
Home » News » વાહન ચાલકનો પીછો કરી લૂંટ ચલાવનાર આરોપીની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ

વાહન ચાલકનો પીછો કરી લૂંટ ચલાવનાર આરોપીની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ

વડોદરા શહેરમાં દોઢ મહિના અગાઉ નવાપુરા અને માંજલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલ બાઈક ચાલક અને ફોરવહીલર ચાલક પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કરી છે. બાતમીના આધારે પ્રફુલ ઉર્ફે પારસની ધરપકડ અમદાવાદના કુબેરનગરમાંથી કરવામાં આવી છે. આ આરોપી કુલ રોકડ રકમ 1,35,000 અને મોટરસાઇકલ સાથે ઝડપાયો છે. જો કે આરોપીની પુછપરછ દરમ્યાન ખુલ્યું હતું કે આરોપી સાથે અન્ય બે શખ્સ પણ હતા જેમણે વડોદરામાં ફોરવહીલરનો પીછો કર્યો હતો અને પાંચ લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. દસ દિવસ બાદ મોટરસાઇક્લનો પીછો કરી અઢી લાખની લૂંટ ચલાવી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.

 

 

Related posts

ઘરમાં એકલા હો તો પ્રેમી પર પણ ના કરતાં વિશ્વાસ, આ બોયફ્રેન્ડે કેફી પીણું પીવડાવી ઉજવી લીધો બર્થ ડે

Bansari

અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘને મળી મોટી જવાબદારી, દિલ્હીમાં આ પદ સંભાળશે

Nilesh Jethva

નવો મોટર વિહિકલ એક્ટ અમલમાં આવતાની સાથે જ આરટીઓની દંડની આવકમાં થયો ઘટાડો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!