GSTV
Home » News » અમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં

અમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં

અમદાવાદમાં પીજીમાં યુવતીની છેડતી મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાનમાં મોડી રાત્રે ધૂસીને યુવકે હોલમાં સુતેલી પીજીની કેરટેકર યુવતીની છેડતી કરી હતી. છેડતી કર્યા બાદ યુવકે મહિલાની સામે જ અશ્લિલ હરકત કરી હતી. 14 જૂને બનેલી આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા બાદ મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે.

પોલીસે પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી છે અને સીસીટીવીના આધારે વિકૃત યુવકની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. 14 જૂનના રોજ મોડી રાતે એક વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. આ યુવક અગાસીના રસ્તેથી પીજીમાં ઘુસ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે.  બદઈરાદે ઘરમાં ઘૂસેલા યુવકે દરવાજો ખુલ્લો જ રાખી બહાર હોલમાં સૂતેલી મહિલા સાથે છેડતી કરી હતી.

મહિલા ન જાગતા તેની હિંમત વધી હતી અને ત્યાં જ તેણે અશલિલ હરકત કરી.. બાદમાં અંદર બે રૂમમાં જે 19 યુવતીઓ સૂતી હતી ત્યાં ગયો હતો. જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી. જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતી. યુવતીએ તેનો પીછો પણ કર્યો હતો પરંતુ બાઈક પર તે નાસી ગયો હતો.  ઘટના બાદ પીજીમાં રહેતી તમામ 19 યુવતીઓ ડરી ગઈ છે. પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું છે.

જે ફ્લેટમાં આ ઘટના બની છે તેમાં 4 ફ્લેટમાં 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે. એક યુવતી જાગતી હોવાથી કોઈ પણ યુવતી સાથે અણબનાવ બનતા રહી ગયો હતો. પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટના બની છે. આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેથી હવે અન્ય પીજીમાં રહેતી યુવતી અને તેના માલિકોએ જાગવાની જરૂર છે.

READ ALSO

Related posts

હવે રાજ્યસભા પ્રિયંકા ગાધી, પણ કોંગ્રેસનો આ નિર્ણય તેને લોકસભામાં મોંઘો પડી જવાનો છે

Mayur

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે મોદીના આશીર્વચન માગ્યા

Mayur

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમના દરવાજા લીકેજ થતા મોટુ નુકસાન થવાની સંભાવના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!