ગુજરાતના અનેક શહેરોમાંથી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો ઝડપાવાનો સીલસિલો અટકવાનું નામ જ લેતો નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સતર્કતાના દાવા વચ્ચે પણ અન્ય દેશ-રાજ્યની સરહદમાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો કેમ ઘૂસી જાય છે તે પણ પ્રશ્ન છે. તેવામાં ફરી એકવાર અમદાવાદમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે.

2.95 કરોડનુ કેટામાઈન ડ્રગ્સ કબ્જે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2.95 કરોડનુ કેટામાઈન ડ્રગ્સ કબ્જે કર્યુ. પાર્સલમા કેટામાઈન નવસારીથી યુએસએ મોકલવાનું હતુ. ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસથી પાર્સલ કબ્જે કર્યુ હતુ. ગરમ મસાલાના પાર્સલમા કેટામાઈન મોકલાતું હતુ. ગાંધીનગર FSL ખાતે પરિક્ષણ બાદ ફરિયાદ નોંધાઈ. 285 ગ્રામ કેટામાઈન કબ્જે કરી સોનુ ગોયલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિવિધ જિલ્લામાં ઝડપાયુ ડ્રગ્સ
આ મામલે તાજેતરમાં કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કચ્છના દરિયાકાંઠેથી ફરી વાર ચરસના 2 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. તો સુરતના કામરેજથી SOGએ 701 કિલો ગાંજાનો જથ્થો ઝડપી 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મુંબઈ હાઈવે તરફ જતી ટ્રકમાંથી આ ગાંજો ઝડપાયો છે.
Read Also
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી